તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેનસેક્સ 148 ડાઉન : નિફ્ટી ઇન્ટ્રા ડે 9900 અંદર

સેનસેક્સ 148 ડાઉન : નિફ્ટી ઇન્ટ્રા-ડે 9900 અંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર કોરિયા અને અમેિરકા વચ્ચે વધી રહેલા તનાવના કારણે શેરમાર્કેટમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો છે. ઘરઆંગણે રૂપિયો ડોલર સામે ઇન્ટ્રા-ડેમાં ત્રણ સપ્તાહના તળિયે પહોંચતા તેની પણ અસર જોવા મળી છે. ઉપરાંત આગામી આરબીઆઇની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર નહિં કરાય તેવા સંકેતોએ પણ બજારને ઘેરી રાખ્યું છે. વૈશ્વિક બજારોનો પણ સપોર્ટ મળતો હોવાથી સેન્સેક્સ 147.58 પોઇન્ટ ઘટીને 31661.97 પોઇન્ટ જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 9900 અંદર પહોંચ્યા બાદ અંતે બાઉન્સબેક થઇ 9916.20 પોઇન્ટ બંધ રહી હતી. વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં માર્કેટ સેન્ટિમેન્ટ શોર્ટટર્મ માટે રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

માર્કેટબ્રેડ્થપોઝિટિવ, સૂર સાવચેતીનો: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2718 પૈકી 1339 સ્ક્રીપ્સ સુધરી હતી. જ્યારે 1233 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટમાં સૂર સાવચેતીનો રહ્યો હતો.

સેન્સેક્સપેકનીસ્થિતિ: સેન્સેક્સપેકની 31 પૈકી 20 સ્ક્રીપ્સમાં ઘટાડો અને 10 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ સનફાર્મા 3.73 ટકા, આઇટીસી 2.43 ટકા, ડિવિસ લેબ 3.29 ટકા, લ્યુપીન 2.05 ટકા તૂટ્યા હતા. જ્યારે બેન્કિંગ સેક્ટરમાં પણ એક્સિસ, આઇસીઆઇસીઆઇ તથા એસબીઆઇ પણ 1.79 ટકા સુધી ઘટ્યા હતા. જ્યારે રિલાયન્સ, કોટક બેન્ક, કોલ ઇન્ડિયા તથા મારૂતી પોઝિટીવ રહ્યાં હતા.

સ્મોલકેપઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ: સ્મોલકેપઇન્ડેક્સ આજે 0.35 ટકા વધી 16250 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે મિડકેપમાં 26.85 પોઇન્ટના સુધારા સાથે 15705 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ જળવાઇ રહ્યો હતો. એશિયાઇ માર્કેટમાં નિક્કેઇ 28 પોઇન્ટ, હેંગસેંગ 128 પોઇન્ટ તાઇવાન ઇન્ડેક્સ 70 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે યુરોપમાં FTSE 24 પોઇન્ટ સુધી ઘટ્યો હતો. હજુ ફંડામેન્ટલ વૈશ્વિક બજારોમાં ઘટાડાના જણાઇ રહ્યાં છે. જ્યાં સુધી જીઓ ટેન્શન હળવું નહિં બને ત્યાં સુધી મોટી તેજીનું ધ્યાન જણાતું નથી.

એફઆઇઆઇ સતત વેચવાલ |એફઆઇઆઇની આજે પણ વેચવાલી જળવાઇ રહી હતી. વિદેશી બજારોની નરમાઇના કારણે રૂ. 1352.02 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 51.57 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો. વિદેશી સંસ્થાઓ દ્વારા ચાલુ નાણાંકિય વર્ષમાં ધૂમ વેચવાલી રહી છે. જીઓ પોલિટીક ઇશ્યુ મુદ્દે રોકાણકારો ડાઇવર્ડ થયા છે.

ડોલરસામે રૂપિયો મજબૂત| ડોલરસામે રૂપિયો આજે વધુ મજબૂત બની 64.10 ક્વોટ થતો હતો જ્યારે અન્ય મેજર કરન્સીઓમાં પણ ડોલર નબળો પડ્યો હતો.

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

કંપની બંધ +/-%

એક્સિસબેન્ક 493.50-1.79%

અદાણીપોર્ટ્સ 385.90-1.17%

કોટકબેન્ક 996.200.93%

રિલાયન્સ1644.600.71%

મેટલ શેર્સમાં મજબૂતી

ઇન્ડેક્સ બંધ +/-%

JSWસ્ટીલ 262.302.42%

હિન્દાલકો245.901.63%

જિંદાલસ્ટીલ 141.400.82%

હિન્દુસ્તાનઝિંક 306.500.77%

હેલ્થકેર : તબિયત બગડી

કંપની બંધ +/-%

સનફાર્મા475.003.73%

ડિવિસલેબ 699.853.29%

કેડિલાહેલ્થ 495.702.88%

લ્યુપીન971.302.05%

FMCG : શેર્સમાં ઘટાડો

ઇન્ડેક્સ બંધ +/-%

ITC275.552.43%

ગોદરેજકન્ઝ્યુ. 904.802.41%

શક્તિસુગર્સ 27.102.17%

ગ્લેક્સોસ્મિથ 5190.202.08%

વિદેશી નાણાકીય સંસ્થાઓની વન-વે વેચવાલી, સ્થાનિક સંસ્થા ખરીદદાર

સ્મોલ કેપ ઇન્ડેક્સ નવી ટોચે, હેલ્થકેર, એફએમસીજી, બેન્કિંગ, આઇટી પાછળ માર્કેટમાં નિરુત્સાહી વલણ

અન્ય સમાચારો પણ છે...