તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગઠિયો ડોક્ટરના દીકરાને એડમિશન અપાવવાના બહાને 6 લાખ લઇ ગયો

ગઠિયો ડોક્ટરના દીકરાને એડમિશન અપાવવાના બહાને 6 લાખ લઇ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાટકમાં એમબીબીએસમાં એડ્મિશન આપવાનું કહી છેતરપિંડી આચરી

અમદાવાદઅને મહેસાણામાં હોમિયો કેર નામથી બે દવાખાના ધરાવતા ડોક્ટરના દીકરાને બેંગલુરુ કર્ણાટકમાં એમબીબીએસમાં એડ્મિશન આપવાના બહાને ગઠિયાએ રૂ. 6 લાખ પડાવી લીધા હતા. એડ્મિશનની પ્રક્રિયા માટે ડોક્ટર પરિવાર સાથે કર્ણાટક ગયા ત્યારે ગઠિયાનો ભાંડો ફૂટી જતા પોતે છેતરાયા હોવાની જાણ થતા ડોક્ટરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો કે હાલમાં ભોગ બનનાર એક હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું છે. પરંતુ તપાસ દરમિયાન ભોગ બનનારા લોકોની સંખ્યા વધવાની શક્યતા પોલીસે નકારી નથી.

મહેસાણામાં રહેતા રોનકભાઇ કાશીરામ પટેલ અમદાવાદ અને મહેસાણામાં હોમિયો કેર નામથી બે દવાખાના ધરાવે છે. તેમના દીકરા તીર્થ(18)એ ધોરણ-12 સાયન્સનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેને એમબીબીએસમાં એડ્મિશન લેવાનું હોવાથી તેઓ યોગ્ય કોલેજો શોધી રહ્યા હતા.

દરમિયાનમાં તેમના ધ્યાન ઉપર એજ્યુકેશન ઈન્સ્પારેશન નામની એક સંસ્થાનો રેફરન્સ આવતા તેમણે સંપર્ક કર્યો હતો. જેથી વિશાલ અગ્રવાલ નામના વ્યકિતએ તા.17 ઓગસ્ટે રોનકભાઇને આનંદનગર 100 ફૂટ રોડ ઉપર આવેલા સનમાન કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં મળવા બોલાવ્યા હતા.

જ્યાં વિશાલ અગ્રવાલે રૂ.24.64 લાખમાં કર્ણાટક બેંગલુરુમાં આવેલી સપ્તગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડ્મિશન આપવાની વાત કરી હતી. જેના ટોકન પેટે રૂ.6 લાખ માંગ્યા હતા. જેથી રોનકભાઇએ 6 લાખનો ચેક આપ્યો હતો.

જો કે સહી ડિફરન્સ હોવાથી ચેક પાસ થયો હતો. જેથી વિશાલ અગ્રવાલે તેમને કહ્યું હતુ કે 28 ઓગસ્ટ છેલ્લી તારીખ છે જો ત્યારસુધીમાં તમે 6 લાખ નહીં ભરો તો એડ્મિશન કેન્સલ થઇ જશે. જેથી રોનકભાઇએ આરટીજીએસથી તાત્કાલિક વિશાલ અગ્રવાલના ખાતામાં રૂ.6 લાખ જમા કરાવી દીધા હતા.

ત્યારબાદ રોનકભાઇ તેમના પત્ની અને દીકરા તીર્થ સાથે કર્ણાટક ગયા હતા. ત્યાં કોલેજ ઉપર જઇને તેમણે વિશાલ અગ્રવાલને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી તેમણે કોલેજમાં જઇને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું તે તીર્થનું એડ્મિશન તો થયું હતું. જેથી અમદાવાદ આવીને તેઓ વિશાલ અગ્રવાલની ઓફિસે ગયા હતા. પરંતુ તેની ઓફિસ પણ બંધ હતી. જેથી અંગે રોનકભાઇ પટેલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...