તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ 17 દિવસમાં 1200 ઢોર પકડ્યા

હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ 17 દિવસમાં 1200 ઢોર પકડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનારસ્તાઓ પર ઢોરનો ત્રાસ વધતા હાઈકોર્ટે લાલ આંખ કરવાની ફરજ પડી હતી. જેને પગલે કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે. ફક્ત 17 દિવસમાં 1200 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. દૈનિક ધોરણે 30 ઢોર પકડવામાં આવતા હતા તેના બદલે હવે 60 ઢોર પકડવામાં આવી રહ્યાં છે.

17 ઓગસ્ટથી 2 સપ્ટેેમ્બર સુધીમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણની ટીમો દ્વારા શહેરના રસ્તાઓ પર રખડતા 1200 જેટલા ઢોર પકડીને પાંજરે પૂર્યા છે. ખાતામાં સ્ટાફની ઘટ હોવાના કારણે વધુ કર્મચારીઓની ફાળવણીની માંગ કરી છે. તો ખાતામાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ દ્વારા તોડ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતા તેમને બદલવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...