• Gujarati News
  • National
  • IIM રોડ પર મહિલા પોલીસ સ્ટેશનમાં ‘મેઘાણી સાહિત્ય કોર્નર’ જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું

IIM રોડ પર મહિલા પોલીસ સ્ટેશનમાં ‘મેઘાણી સાહિત્ય કોર્નર’ જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} પોલીસ સ્ટેશનમાં મેઘાણી સાહિત્ય કોર્નર ખુલ્લુ મુકતાં પોલીસકર્મીઓ

િસટી રિપોર્ટર | અમદાવાદ

શહેરનાIIM રોડ પરના મહિલા પોલીસ સ્ટેશનમાં મેઘાણી કોર્નર શરૂ કરાયો છે. રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મેળવનાર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યથી નવી પેઢી પરિચિત તેમ પ્રેરિત થાય તે હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી, અમદાવાદ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા `મેઘાણી-સાહિત્ય’કોર્નરની સ્થાપના થઈ છે. કોર્નર શરૂ કરાયો તે પ્રસંગે શહેરના સાહિત્ય-પ્રેમી પોલીસ કમિશનર એ. કે. સિંઘ, ડીસીપી દીપન ભદ્રન, ડીસીપી વિધી ચૌધરી, એસીપી (મહિલા સેલ) પન્નાબેન મોમાયા, મહિલા અગ્રણી રૂઝાન ખંભાતા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

New Idea

અન્ય સમાચારો પણ છે...