ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં સાઈબર સિક્યુરિટી, ડ્રગ્સ રેગ્યુલેશન, સ્માર્ટ સિટી, ડિજિટલ માર્કેટિંગ, હેરિટેજ સિટીના પાઠ ભણાવશે. જીટીયુએ વર્તમાન શૈક્ષણિક વર્ષ 2017-2018થી એમઈ, એમફીલ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન- સર્ટિફિકેટ લેવલના 15થી વધુ કોર્સ શરૂ કર્યા છે. અંગેની વિગતો જીટીયુની વેબસાઈટમાં એડમિશન સેક્શનમાં મૂકી છે.

એઆઈસીટીઈ માન્ય એમઈ ઈન સાઈબર સિક્યુરિટી તેમજ એમફાર્મ ઈન ડ્રગ્સ રેગ્યુલેશન કોર્સ જીટીયુના ગાંધીનગર સ્થિત કેમ્પસમાં ભણાવવામાં આવશે. જ્યારે ત્રણથી મહિનાનો સર્ટિફિકેટ કોર્સ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી શકશે.

જીટીયુએ શરૂ કરેલા કોર્સની પ્રવેશ કાર્યવાહી અંગેની માહિતી જીટીયુની વેબસાઈટ www.gtu.ac.in પર મૂકાઈ છે. એમઈ અને એમફીલ લેવલના કોર્સ બે વર્ષના છે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા લેવલના કોર્સ એક વર્ષના છે. જ્યારે ત્રણ મહિના,છ મહિના અને એક વર્ષનો કોર્સ સર્ટિફિકેટ કોર્સ રખાયો છે.

ગ્રીન િબલ્ડિંગ ઈન સ્માર્ટ સિટી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો

વિદ્યાર્થીઓનો વિકાસ થશે

^વર્તમાનસમયની માંગને ધ્યાનમાં રાખીને ઈજનેરીના તેમજ બીફાર્મ થયેલા સ્નાતકોને તેમની કેરિયરમાં ઉપયોગી થાય તેવા વિવિધ પ્રકારના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કોર્સમાં અપાતા પ્રશિક્ષણના માધ્યમથી તેમનું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. > ડો.નવીન શેઠ, કુલપતિ,જીટીયુ

{ એમઈ ઈન સાઈબર સિક્યુરિટી

{ એમફાર્મ ઈન ડ્રગ રેગ્યુલેટરી અફેર્સ

{ એમફીલ ઈન બિઝનેસમેન્ટ

{ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ડિજિટલ માર્કેટિંગ

{ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ઓનલાઈન બિઝનેસ, ગાંધીયન ફિલોસોફી ફોર મેનેજિંગ બિઝનેસ

{ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન આઈપીઆર ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઈટસ

{ સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન ફોર સ્માર્ટ સિટી- ઈકોર્સ

{ ગ્રીન બિલ્ડિંગ ઈન સ્માર્ટ સિટી

{ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ફોર સ્માર્ટ સિટી

{ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્માર્ટ વિલેજ

{ એપ્લિકેશન ઓફ સોલર એનર્જી ફોર સ્માર્ટ સિટી

{ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઈન સ્માર્ટ સિટી

{ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર સ્માર્ટ સિટી

{ મોબાઈલ કમ્પ્યૂટિંગ એન્ડ વાયરલેસ ટેકનોલોજી

{ ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી વેલ્યૂએશન એન્ડ મેનેજમેન્ટ

{ હેરિટેજ સિટી

(કોર્સ ગાંધીનગર કેમ્પસમાં તેમજ ઓનલાઈન ભણાવવામાં આવશે)

જીટીયુ સ્માર્ટ અને, હેરિટેજ સિટીના પાઠ ભણાવશે

અન્ય સમાચારો પણ છે...