• Gujarati News
  • National
  • રોડનું લેવલ બે ફૂટ વધી જતાં ગોયલ પ્લાઝાના દુકાનદારોનો પ્રશ્ન

રોડનું લેવલ બે ફૂટ વધી જતાં ગોયલ પ્લાઝાના દુકાનદારોનો પ્રશ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘અમે ટેક્સ ભરીએ છીએ છતાં અમારે પાણી કેમ ભરાય છે?’

ડામરના થર પર થર પથરાઈ જવાને કારણે કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા

અમદાવાદમાંતૂટેલા રસ્તાઓથી નાગરિકો હાડમારી ભોગવી રહ્યાં છે પણ જ્યાં રસ્તાઓ સારા છે ત્યાં પણ નાગરિકો ઈજનેર વિભાગની બેદરકારીથી થયેલી ભૂલથી પરેશાની ભોગવી રહ્યાં છે.

રસ્તાઓ મિલિંગ પદ્ધતિથી નહીં કરી ડામર પર ડામરના થર પાથરી દઈને સરફેસ કરવામાં આવતા હોવાના કારણે રોડનું લેવલ વધી ગયું છે જ્યારે સોસાયટીઓના લેવલ નીચા ઉતર્યા છે. જેને પગલે વરસાદની સ્થિતિમાં સોસાયટી કે દુકાનો કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જાય છે.

માનસીથી જજિસ બંગ્લો રોડ પર જતા આવી સ્થિતિના કારણે અહીંના સ્થાનિક વેપારીઓએ કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. અને રસ્તાનું લેવલ સરખું કરવા માંગણી કરી છે.

ગોયેલ પ્લાઝા વેપારી મંડળે લખેલા પત્રમાં જણાવાયું છે કે, માનસી ટાવરથી અક્ષરધામ સુધીના રોડના નવીનીકરણમાં જૂનો રોડ નીકાળ્યા વગર નવા રોડની સપાટી વધારવાથી રોડની સપાટી બે ફૂટ (600 એમ.એમ) જેટલી વધી ગઈ છે.

જેને પગલે ભોંયતળિયાની દુકાનોના તળિયા નીચાણમાં આવી જવાથી વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જાય છે. જેને પગલે બહુમાળી ઈમારતોના પાયા, સ્ટ્રક્ચરલ અને માળખું પણ નબળું પડતું જાય છે. અમે વેપારીઓ સમયાંતરે ટેક્સ અને વોટ પણ આપીએ છીએ છતાં કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ વેપારીઓના હિત જોતા નથી. અમારી માંગણી છે કે, જ્યારે રોડનું નવીનીકરણ કરવામાં આવે ત્યારે જૂના રોડની ખનીજ વસ્તુઓ નીકાળી તેનો ફરી ઉપયોગ કરી નવો રોડ બનાવવામાં આવે.’

ઉલ્લેખનીય છે કે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ રીતે રોડનું લેવલ ડામરના થર પર થર આવી જવાને કારણે પાણીની સમસ્યા સર્જાતી રહે છે. તેમાં પણ શહેરના પૂર્વ વિસ્તારો અને કોટ વિસ્તારમાં પણ રોડનું રિસરફેસિંગ કરતી વેળાએ તેને ખોદીને લેવલ જાળવવાની કોઈ સિસ્ટમ અપનાવાતી નથી. તદ્ઉપરાંત કામગીરી પર કોઈ ઈન્સ્પેકશન રહેતું નથી. કારણે પરિસ્થિતિ વણસી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

પોતે ઊંચો કોમર્શિયલ ટેક્સ ભરતા હોવા છતાં સહેજ વરસાદમાં પાણી ભરાવાની બોડકદેવ ગોયલ પ્લાઝાના દુકાનદારોએ કોર્પોરેશને ફરિયાદ કરી છે. રોડનું લેવલ ઊંચું હોવાથી સ્થિતિ સર્જાતી હોવાની તેમની રાવ છે.

અન્ય સમાચારો પણ છે...