• Gujarati News
  • National
  • અષાઢ કા એક દિન: વાત કાલિદાસ અને મલ્લિકાના સંબંધની

અષાઢ કા એક દિન: વાત કાલિદાસ અને મલ્લિકાના સંબંધની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મેઘદૂત’અને ‘શાકુંતલ’ જેવા શ્રેષ્ઠ નાટકો આપનાર કવિ કાલિદાસ અને મલ્લિકા વચ્ચેનો સંબંધ સ્ટેજ ઉપર રજૂ થયો હતો. કાલિદાસનો પ્રેરણાસ્ત્રોત કહેવાતી તેમની પ્રેમિકા મલ્લિકા કે જેને છોડ્યાં પછી ફરીથી કાલિદાસ દ્વારા શ્રેષ્ઠ રચનાઓ પણ થઈ શકી. સંબંધોની પ્રસ્તુતિ શુક્રવારે એચ. કે. કોલેજના ઓડિટોરીયમમાં જે. જી. કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસના સ્ટુડન્ટ્સ દ્વારા ‘અષાઢ કા એક દિન’ નાટક રૂપે થઈ હતી. ‘અષાઢ કા એક દિન’નાટકની ડિરેક્ટર ડાયના રાવલે કહ્યું કે, ‘પરફોર્મિંગ આર્ટસના સ્ટુડન્ટ્સ હોવાને નાતે આપણા દેશના સ્ટુડન્ટ્સને આપણા દેશના પૌરાણિક વારસાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો તેમનામાં જ્ઞાન હશે તો તેઓ સ્ટેજ ઉપર નાટકો દ્વારા ઓડિયન્સને મેસેજ આપી શકશે. રામાયણ, મહાભારત અને ગીતાના પ્રેરક પ્રસંગોને પરફોર્મિંગ આર્ટના માધ્યમથી સ્ટેજ ઉપર ભજવવા કે પછી કાલિદાસ અને બીજા રચનાકારોના સર્જનોની વાત લઈને આવવી, તે સ્ટુડન્ટ્સને આપણા કલ્ચર સાથે જોડવા જેવી વાત છે.’

talk on his play

અન્ય સમાચારો પણ છે...