• Gujarati News
  • National
  • પુરાવા વિના ‘આધાર’ બનાવતા એજન્ટની સિસ્ટમ જપ્ત કરાઈ

પુરાવા વિના ‘આધાર’ બનાવતા એજન્ટની સિસ્ટમ જપ્ત કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં કોઈ પણ પુરાવા વિના માત્ર રૂ. 500માં આધાર કાર્ડ બનતાં હોવાના કૌભાંડનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં શુક્રવારે પ્રસિદ્ધ કરાયો હતો. અહેવાલથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ફોજ શુક્રવારે એજન્સીને ત્યાં દોડી ગઈ હતી. કોર્પોરેશન પાછળ આવેલી સિદ્ધિવિનાયક ઝેરોક્સ સેન્ટરમાંથી અધિકારીઓએ આધાર કાર્ડ બનાવવામાં વપરાતી સિસ્ટમ જપ્ત કરી છે. જોકે, એજન્ટ મળી શક્યો નહોતો. એજન્ટની ફિંગર પ્રિન્ટથી સિસ્ટમ ખૂલે તેમ હોવાથી કોર્પોરેશને એજન્ટને પકડવાની કાર્યવાહી તેજ કરી છે.

સિસ્ટમ ખૂલ્યા બાદ કેટલા આધાર કાર્ડ બન્યા અને કેવી રીતે બન્યા તેની માહિતી મળી શકશે. સાથેસાથે યુઆઇડીએઆઇની હેડ ઑફિસ પાસેથી પણ સિસ્ટમ પરથી બનેલા આધાર કાર્ડની વિગતો મગાવામાં આવશે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એજન્સી નેશનલ કો-ઓપરેટિવ કન્ઝયુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની હતી. મહત્ત્વનું છે કે 31 ઑગસ્ટ પહેલાં બધી આધાર કાર્ડ બનાવતી ખાનગી એજન્સીઓને ફરજિયાત સરકારી કચેરીમાં ઑફિસ ખસેડવાની હતી. આધાર કાર્ડ માટે નિર્ધારિત કરતાં વધુ ફી લેવાની ફરિયાદ દેશભરમાંથી મળતાં સરકારે નિર્ણય કર્યો હતો. છતાં ઝેરોક્સ સેન્ટરના માલિકે તેમ કરતાં 4 દિવસથી મેઇન એજન્સીએ તેમની સિસ્ટમ ડીએક્ટિવેટ કરી દીધી હતી.

મુખ્ય એજન્સીએ 4 દિવસ પહેલાં ડીએક્ટિવેટ કરી હતી

પુરાવા વિના ‘આધાર’ બનતા હોવાનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં ગુરુવારે પ્રસિદ્ધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...