• Gujarati News
  • National
  • સાંસદ ફતેપરા સામે ફરી કલોલ કોર્ટે ધરપકડનું વોરંટ ઇશ્યૂ કર્યું

સાંસદ ફતેપરા સામે ફરી કલોલ કોર્ટે ધરપકડનું વોરંટ ઇશ્યૂ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના સાંસદ દેવજી ફતેપરાએ કણકોટ લોધીકામાં આવેલી 1 હજાર વિઘા જમીનની સામે મૂળ અમદાવાદ થલતેજમાં રહેતા અને ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ ઠાકોરને રૂ.1.48 કરોડનો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફર્યો હતો. આથી પ્રભાતસિંહ ઠાકોરે કલોલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટ કાર્યવાહીમાં દેવજી ફતેપરા કલોલ કોર્ટ સમક્ષ મુદતમાં હાજર રહ્યા હતા.

કોર્ટે લાલ આંખ કરીને ફતેપરા સામે બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યંુ હતું. ધરપકડની શકયતા લાગતા કલોલ કોર્ટમાં હાજર થઇને વોરંટ રદ કરાવ્યંુ હતંુ. જયારે કેસ આગળ ચલાવવા માટે 19મી જુલાઇની તારીખ આપવામાં આવી હતી. પરંતુ ચોમાસુ સંસદીય સત્રને લઇને ગેરહાજર રહેવાનું વકીલ માફરતે જણાવીને રાહત આપવા માંગ કરતા સામે ફરીયાદ પક્ષનાં વકીલે વિરોધ કર્યો હતો.

કોર્ટે પણ આરોપીનાં અગાઉની ગેરહાજરીઓની બાબત તથા નવા બહાનાને ફગાવી દઇને ફરી ધરપકડ વોરંટ જારી કર્યું છે.

ચોમાસુ સત્રમાં હાજરીનાં પગલે હાજર રહેવાનું બહાનું કોર્ટે ચલાવ્યું

અન્ય સમાચારો પણ છે...