• Gujarati News
  • National
  • સેન્સેક્સ ઇન્ટ્રા ડે 280 પોઇન્ટ ડાઉન : નિફ્ટી 10000 ઉપર બંધ

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 280 પોઇન્ટ ડાઉન : નિફ્ટી 10000 ઉપર બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિફ્ટી-50 પણ પણ ઇન્ટ્રા-ડે તૂટીને 10000ની સપાટી અંદર 9944.5 પોઇન્ટ સુધી સરક્યા બાદ અંતે ઝડપી રિકવરી થઇ 10000ની સપાટી ઉપર 10014.50 બંધ રહ્યો હતો. જોકે, અંતમાં નિફ્ટીમાં 6.05 પોઇન્ટનો નજીવો ઘટાડો નોંધાયો હતો.જુલાઇ સિરિઝમાં નિફ્ટીએ 5 ટકાનો સુધારો અને 10000 પોઇન્ટની નવી સપાટીએ સર કરી હતી. માર્કેટમાં ફાર્મા, મેટલ, રિયાલ્ટી, ઇન્ફ્રા. તથા ખાનગી બેન્ક શેર્સમાં પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 280 પોઇન્ટ સુધી ઘટીને 32104.66 પોઇન્ટ પહોંચ્યા બાદ સેશનના અંતીમ સમયમાં ઝડપી 200 પોઇન્ટથી વધુ રિકવર થઇ અંતે 73.42 પોઇન્ટના ઘટાડા સાથે 32309.88 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જોકે માર્કેટમાં રિકવરી આવવા પાછળનું મુખ્ય કારણ સ્મોલ-મિડકેપ સેક્ટરમાં આકર્ષક લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સ પેકની 31 પૈકી 10 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 21 સ્ક્રિપ્સ ઘટીને બંધ રહી હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ તથા નિફ્ટીમાં સરેરાશ એક ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 2.3 ટકા સુધી મજબૂત રહી છે. જોકે, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.5 ટકા સુધી ઘટીને બંધ રહ્યો છે. આજે ખાનગી બેન્કોના શેર્સમાં વેચવાલી રહી હતી જેના કારણે બેન્કિંગ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ધારણા કરતા બેન્કના પરિણામો નબળા આવ્યા હોવાથી સપોર્ટ મળ્યો હતો. આજના ઘટાડામાં સૌથી વધુ ડો. રેડ્ડીઝ, લ્યુપીન, સનફાર્મા, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિન્દાલકો વગેરે 2 થી 6.1 ટકા સુધી ઘટીને બંધ રહ્યાં હતા.

વિદેશી નાણાંકીય સંસ્થાઓની આજે નેટ 223.12 કરોડની વેચવાલી રહી હતી જ્યારે આજે માર્કેટ નરમ રહેવા છતાં સ્થાનિક સંસ્થાઓની 424.67 કરોડની નેટ ખરીદી રહી હતી.

રૂપિયાસામે ડોલર મજબૂત : ડોલરસામે રૂપિયામાં વન-વે તેજી રહ્યાં બાદ આજે 4 પૈસા નરમ બનીને 64.15 બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સીમાં પણ ડોલરમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી.

વિદેશી સંસ્થા સામે સ્થાનિક સંસ્થાની ખરીદી

ફાર્મા, મેટલ, રિયાલ્ટી, ઇન્ફ્રા.માં પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેક્સ ઘટીને બંધ

અન્ય સમાચારો પણ છે...