તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચણા વાયદા પરનો પ્રતિબંધ દૂર એક વર્ષ બાદ ફરી શરૂ કરાશે

ચણા વાયદા પરનો પ્રતિબંધ દૂર એક વર્ષ બાદ ફરી શરૂ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવર્ષે કઠોળમાં આવેલી લાલચોળ તેજીના પગલે વાયદા પર પ્રતિબંધ મુકાયો હતો. કઠોળમાં એક માત્ર ચણા વાયદો ચાલતો હતો જેમાં ગતવર્ષે જુનમાં આવેલી સટ્ટાકીય તેજીના કારણે પ્રતિબંધ મુકવાની સેબીને ફરજ પડી હતી. જ્યારે ચાલ વર્ષે કઠોળનું રેકોર્ડ 221 લાખ ટનનું ઉત્પાદન થતા અને ભાવ તળિયે પહોંચી જતા વાયદાને ફરી શરૂ કરવાની સેબીએ લીલીઝંડી આપી છે. સેબીની મંજૂરી મળતા એનસીડિએક્સમાં આગામી ટુંકાગાળામાં વાયદો ફરી રિ-લોન્ચ કરાશે તેવું અનુમાન છે.

એગ્રી કોમોડિટીમાં આજે તેજીની ચાલ જોવા મળી હતી. દેશભરના મોટા ભાગના રાજ્યોમાં બીજા રાઉન્ડનો વરસાદ લંબાઇ રહ્યો હોવાથી ખરીફ વાવતેર પર અસર થશે તેવી ભીતિએ આજે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં સરેરાશ 2-4 ટકા સુધીની તેજીની સર્કિટ જોવા મળી હતી. જોકે, હાજરમાં માગ હોવાથી બજારમાં હાલ ફંડામેન્ટલ મંદી તરફી જણાઇ રહ્યાં છે. .

શિપર્સોની દરેક ઘટાડે લેવાલી આવી રહી છે. એરંડા વાયદો 4300 પહોંચતા ફરી ઉંચકાઇ 4450 સુધીની રેન્જમાં રહે છે. જ્યારે હાજરમાં ભાવ રૂા.800-850ની રેન્જમાં અથડાયા કરે છે. દિવેલની નિકાસ ચાલુ વર્ષે 6-7 લાખ ટન વચ્ચે રહી જશે તેવો અંદાજ છે. ધાણા-જીરૂમાં પણ તેજીની સર્કિટ લાગી હતી. જીરૂ વાયદો 4 ટકા સુધી ઉંચકાઇને 19000ની સપાટી વટાવી 19200 સુધી બોલાઇ ગયો હતો. જ્યારે ધાણા વાયદો વધી 5000 નજીક 4987 ક્વોટ થતો હતો. કપાસમાં ઘટ્યાથી સામાન્ય સુધારો છે.

લિબીયા-નાઇઝિરીયાઉત્પાદન કાપ કરશે તેવા સંકેતે ક્રૂડ વધી 48 ડોલર

ક્રૂડઝડપી ઘટી 45 ડોલર પહોંચ્યા બાદ ઓપેક દેશોમાં લિબીયા અને નાઇઝિરીયા રેકોર્ડ ઉત્પાદન બાદ ઉત્પાદનમાં કાપ મુકશે તેવા સંકેતોથી તેજી આવતા ક્રૂડ ઉંચકાઇ 48 ડોલર ઉપર ક્વોટ થવા લાગ્યું છે.

ઉત્પાદન કાપના ભયે ઇન્ટરનેશનલ ક્રૂડ ઊછળ્યું

અન્ય સમાચારો પણ છે...