તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોટાદ પાલિકા વોર્ડ 6 માટે33 %,તા.પં.ની સુંદરીપાણા 57 % , બગોદરા 70 %, થોરીથંભા બેઠક પર 68 % મતદાન નોંધાયું

બોટાદ પાલિકા વોર્ડ 6 માટે33 %,તા.પં.ની સુંદરીપાણા 57 % , બગોદરા 70 %, થોરીથંભા બેઠક પર 68 % મતદાન નોંધાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | 3283 મતદારોએ વોટ નાંખ્યા

બોટાદ | પાલિકાની પેટા ચૂંટણીમાં મતદાન માટે નિરસતા, મતદારોની પાંખી હાજરી

બાવળા | બપોરે ગરમીના કારણે મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું, સાંજે ભીડ જામી

રાણપુર | ત્રિપાંખિયા જંગમાં અપક્ષ મેદાન મારી જાય તેવી ચર્ચાઓ મતદાન બાદ શરૂ

તા.પં.ની ત્રણ, પાલિકાની એક બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન

બાવળા તાલુકા પંચાયતની બગોદરાસીટ ખાલી પડતાં ચૂંટણીપંચ દ્વારા સીટની પેટાચૂંટણી જાહેર કરી હતી. તાલુકા પંચાયત સીટ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોએ સામસામે ઉમેદવારી કરી છે. રવિવારે સવારે 8 વાગ્યાથી બગોદરા, ધીંગડા અને ગુંદાના પરા ત્રણેય ગામોમાં મતદાનની પ્રક્રિયા ચાલુ કરી હતી. સવારથી ભાઈઓ-બહેનો અને યુવાનો પોતાનો કિંમતી મત આપવા માટે મતદાન બૂથ ઉપર પહોંચ્યા હતાં. સવાર-સવારમાં ઠંડા વાતાવરણમાં મત આપવા માટે લાઈનો લાગી હતી. બંને પક્ષોના ટેકેદારો મતદારોને લાવવા-લઈ જવામાં લાગી ગયા હતાં. ચાર વાગ્યા સુધીમાં આશરે 65 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બગોદરા પી.એસ.આઈ.આર.આઈ. સોલંકી અને એએસઆઈ મહેન્દ્રકુમારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં આશરે 70 ટકા મતદાન થવા પામ્યું હતું. બપોરે કાળઝાળ ગરમીમાં મતદારો મત આપવા નીકળ્યા નહોતો. એટલે ગત ચૂંટણી કરતાં થોડું ઓછું મતદાન થવા પામ્યું હતું. સાંજે પાંચ વાગે ભાજપના ઉમેદવાર રંજનબેન પ્રતાપભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર લાભુબેન ઘનશ્યામભાઈનું ભાવિ ઇવીએમ મશીનમાં શીલ થઈ જવા પામ્યું છે. બંને પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા છે.

{ બોટાદમાં મતદારોએ મતદાન પ્રત્ય કોઇ રસ દાખવ્યો હતો.તસવીર-ગૌરાંગ વસાણી

{ સાંજે 5 વાગ્યા સુધી આશરે 70 ટકા જેટલું મતદાન થયું હતું.તસવીર-ભરતસિંહ ઝાલા

{ રણપુર ખાતે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ.તસવીર-કેતનસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...