તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | આ પેઈન્ટિંગ્સમાં સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સની આર્ટ સેન્સ જોવા

અમદાવાદ | આ પેઈન્ટિંગ્સમાં સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સની આર્ટ સેન્સ જોવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આ પેઈન્ટિંગ્સમાં સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સની આર્ટ સેન્સ જોવા મળે છે. 5થી 15 વર્ષના એવા બાળકો કે જેમને કેનવાસ કે પેપર ઉપર રંગો સાથે રમત કરવી ગમે છે તેવા બાળકોનો શો ‘પનોરમા’ હઠેસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં યોજાયો હતો. આ પેઈન્ટિંગ્સ શોમાં આ બાળકોએ એનિમલ, એબ્સ્ટ્રેક્ટ આર્ટ, ઓસ્ટ્રેલિયન આર્ટ શૈલીના કુલ 71 જેટલા પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે. આર્ટ ટિચર એવા કુશાંગ તલાટીએ કહ્યું હતું કે, ‘કેનવાસ કે પેપર ઉપર સ્કૂલના બાળકો જો ફ્રીલી એક્સપ્રેસ કરે તો તેમની અભિવ્યક્તિ વધુ સ્ટ્રોંગ બને છે અને તેઓ ક્લાસરૂમમાં પણ સારૂ પરફોર્મ કરી શકે છે. પેઈન્ટિંગ્સ એક એવી આર્ટ છે જે આર્ટ લવરને ખુશી આપી શકે છે ’

અન્ય સમાચારો પણ છે...