તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ : ભારતના 2 ગોલ્ડ સાથે 2 નવા વર્લ્ડ રેકોર્ડ

જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ : ભારતના 2 ગોલ્ડ સાથે 2 નવા વર્લ્ડ રેકોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્મનીના સુહલમાં ચાલી રહેલા જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ગુરુવારે ભારતે બે ગોલ્ડ જીત્યા હતા. સાથે જ ભારતની જુનિયર ટીમે બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપ્યા હતા. આ સાથે જ ટૂર્નામેન્ટમાં ભારત કુલ 18 મેડલ સાથે ટોપ પર ચાલી રહી છે.

મનુ ભાકરનો ગોલ્ડ | 10 મી. એર પિસ્ટોલ વૂમન જુનિયર ઈવેન્ટમાં ભારતની મનુ ભાકરે 242.5 પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. તેણે તેના નજીકના સ્પર્ધકથી 5.6 પોઈન્ટ વધારે બનાવ્યા હતા. ભાકરના સ્કોરે આ ઈવેન્ટમાં જૂનિયર વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપ્યો છે. વર્ષ 2018માં મનુ ભાકરનો આ ત્રીજો ગોલ્ડ છે.

મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ | મિક્સ્ડ ઈવેન્ટમાં દિવ્યાંશ સિંઘ પવાર(15) અને અમદાવાદની એલાવેનિલ વેલારિવન(18)એ 10મી. એર રાઈફલ મિક્સ્ડ ટીમ જુનિયરમાં પોડિયમ પુરું કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 498.6 પોઈન્ડ સાથે ગેમ પુરી કરી હતી અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. એલાવેનિલનો આ સ્પર્ધામાં ત્રીજો ગોલ્ડ છે.

વ્યક્તિગત

4 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ

ટીમ ઇવેન્ટ

6 ગોલ્ડ, 3 બ્રોન્ઝ

અન્ય સમાચારો પણ છે...