તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GTUના કાયમી રજિસ્ટ્રાર માટેે રમેશદાન ગઢવીનું નામ નક્કી

GTUના કાયમી રજિસ્ટ્રાર માટેે રમેશદાન ગઢવીનું નામ નક્કી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જીટીયુએ કાયમી રજિસ્ટ્રાર તરીકે રમેશદાન ગઢવીના નામની ભલામણ કરી છે. બુધવારે મળેલી બોર્ડ ઓફ ગવર્નીગની બેઠકમાં સિલેક્શન કમિટીએ સૂચવેલા રજિસ્ટ્રારની પોસ્ટ માટેના નામ લખેલું કવર ખોલાયું હતું. રજિસ્ટ્રારની પોસ્ટ માટે કરાયેલ રમેશદાનના નામની ભલામણ બાદ રાજ્ય સરકારને તે મોકલી અપાશે.

એનએસયુઆઈએ જીટીયુના કાયમી રજિસ્ટ્રારના નામની ધોષણા થાય તે પહેલા રાજકીય વગ અને ગોઠવણના ભાગરૂપે રમેશદાન ગઢવીના નામની જાહેરાત ચક્રોગતિમાન કરાયા હોવાનો આક્ષેપ કરાયો હતો. અગાઉ મળેલી બીઓજીની બેઠકમાં વિવાદ ટાળવાના હેતુસર જીટીયુના કાયમી રજિસ્ટ્રારની પોસ્ટ માટે તેમના નામોની ઘોષણા ન કરાઈ હતી.

રજિસ્ટ્રારની પોસ્ટ માટે કુલ 37 જેટલી અરજી જીટીયુમાં કરાઈ હતી. તે પૈકીના 20 ઉમેદવારો રજિસ્ટ્રારની પોસ્ટ માટે લાયક ઠર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...