• Gujarati News
  • National
  • એન્ટરટેઇનમેન્ટ કાર્નિવલમાં હાસ્ય અને સંગીતનો જમાવડો

એન્ટરટેઇનમેન્ટ કાર્નિવલમાં હાસ્ય અને સંગીતનો જમાવડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતાનો મેસેજ આપવા ઉદ્દેશથી 94.3 માયએફએમ અને નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા એન્ટરટેઇનમેન્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે છેલ્લાં 2 મહિનાથી માયએફએમના આર.જેએ અમદાવાદની 26 સોસાયટીઓ અને 13 જેટલી કોર્પોરેટ ઓફિસમાં જઇને સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો. આ એન્ટરટેઇનમેન્ટ કાર્નિવલનો ગ્રાન્ડ ફિનાલે 3 જૂને અદાણી શાંતિગ્રામ ખાતે યોજાયો હતો. આ ફિનાલેમાં વિવિધ સોસાયટીઓને પોતાની સ્વચ્છતા જાળવવામાં આપેલા પોતાના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્નિવલમાં જાણિતા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા, કોમેડી ફેક્ટરી ફેમ મનન દેસાઈ, લોક સાહિત્યકાર રણજીત વાંક અને યુવાનોના ફેવરિટ સિંગર એવા જીગરદાન ગઢવીએ મનોરંજન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફોર્ચ્યુન ફૂડનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...