• Gujarati News
  • National
  • માંડલ શહેર ખાતે કોર્ટનો ઉદ્દઘાટન સમારંભ યોજાયો

માંડલ શહેર ખાતે કોર્ટનો ઉદ્દઘાટન સમારંભ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલતાલુકાની દિવાની અને ફોજદારી અદાલતનો રવિવારે સવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો. જેમાં અમદાવાદ જિલ્લા અદાલતના ડિસ્ટ્રીક જજ ડો.એ.સી. જોશીના હસ્તે અદાલતનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર સમારંભ અને કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. પ્રસંગે કુંભ સ્થાપન, તક્તી અનાવરણ અને દીપ પ્રાગટ્ય કરી તાલુકા કક્ષાની કોર્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.

ઉદ્ઘાટન સમારંભમાં વિરમગામના પ્રીન્સિપાલ સીનિ. સિવિલ જજ ડી.એલ. ઠાકોર તથા વિરમગામની અન્ય અદાલતના ન્યાયાધીશો સર્વ વી.આર.સોલંકી, વી.વી. જોશી, કે.આર.યાદવ, કે.એમ. વ્યાસ ઉપરાંત માંડલની અદાલતના નવનિયુક્ત ન્યાયાધિશ ટ્રંકવાલા ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ, જિલ્લા બાર એસો.ના પ્રમુખ, વિરમગામ બાર એસો.ના હોદ્દેદારો, વિરમગામ-માંડલ વિસ્તારના વકીલો, માંડલ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશભાઈ જોશી, તાલુકા પંચાયત પ્રમુખ, અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી સરપંચો તથા માંડલ નગરના નાગરિકો, વેપારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકામાં નવી કોર્ટના આરંભને લઈ ગ્રામ્ય જનતામાં આનંદ સાથે રાહતની લાગણી પ્રસરેલ છે.

અન્ય સમાચારો પણ છે...