તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ત્રિવેન્દ્રમથી આવેલા ગાંધીનગરના વિદ્યાર્થીએ કહ્યું, ઘરોમાં પાણી અને લોકો બહાર, સેંકડો લોકોએ વૃ

ત્રિવેન્દ્રમથી આવેલા ગાંધીનગરના વિદ્યાર્થીએ કહ્યું, ઘરોમાં પાણી અને લોકો બહાર, સેંકડો લોકોએ વૃક્ષો પર આશરો લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરળમાં જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી છે. કેર‌ળ અભ્યાસ કરવા ગયેલા ગાંધીનગરના જિગરે જણાવ્યું કે, સ્થાનિકો માટે સૌથી મોટો પ્રશ્ન સલામત જગ્યા શોધવાનો છે. દરેક ગંભીર ચહેરા પર એક જ પ્રશ્ન હતો હવે શું થશે? ઘરમાં પાણી અને લોકો બહાર જોવા મળતા હતા. જ્યા જુઓ ત્યા કુદરતનો કેર વરસતો હતો. અત્યારે ત્યા સૌથી મોટો પ્રશ્ન લોકોને પીવાનું પાણી, ખોરાક અને દવાની સખત જરૂર છે. ગુજરાતના ભૂંકપ જેવી હાલત મને કેરળમાં જોવા મળી. બન્ને હોનારત કુદરતી હતી પરંતુ ફરક માત્ર પાણીનો અને ધરતીનો હતો. કેટલાક વિસ્તારોમાં હજી લોકો વૃક્ષો, ઘરના ધાબ પર અને ઉંચાઈ પર ભૂખ્યા તરસ્યા રાહ જોઇ રહ્યાં છે.

ગાંધીનગર સેકટર-1માં રહેતા જિગર આશરાના હોટલ મેનેજમેન્ટના અભ્યાસ માટે કેરળના ત્રિવેન્દ્રમ ગયો હતો. કેરળમાં આવેલા અતિવૃષ્ટિ અને પૂરપ્રકોપના કારણે ટ્રેન, ફલાઇટ અને બસ સેવાઓને અસર પહોંચી હતી. આ ઘટનામાં ત્રિવેન્દ્રમના કોવલમ વિસ્તારમાં અભ્યાસ માટે ગયેલા જિગરની કોલેજ અને તે વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. પરિસ્થિતિ એેવી હતી કે ધીરે ધીરે પાણીની સપાટી વધી રહી હતી અને દરિયો તોફાની બની રહ્યો હતો. ગમે તેમ કરીને પરત આવવાની ગણતરીમાં જિગરને સુરતનો બીજો મિત્ર યશ પટેલનો સાથ મળી ગયો. કોચીથી બન્ને મિત્રો ઉલ્ટી દિશામાં કન્યાકુમારીની ટ્રેન પકડીને તમિલનાડુના તિરૂવઅંતપુરમ પહોંચ્યા હતા. જ્યાથી તેઓને મહારાષ્ટ્ર જતી ટ્રેન મળતા તેઓ મહારાષ્ટ્રના બલહરશાહ સ્ટેશને પહોંચ્યા હતા. તેમને અમદાવાદની ટ્રેન મળતા 4 દિવસે આ યુવાનો ઘરે પહોંચ્યા હતા. મુસાફરી દરમિયાન મોબાઇલની બેટરી ઉતરી જતા યુવાનોનો ઘરના સભ્યો સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જિગર કહે છે કે, અમે ઘરે પહોંચીશું તેની અમને કોઇ આશા ન હતી.

ગાંધીનગરનો જિગર આશરા જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં પણ ચારેબાજુ પાણી ભરાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...