તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મિશનવિદ્યામાં શિક્ષકોને ખોટી માહિતી ન આપવા સૂચના અપાઇ

મિશનવિદ્યામાં શિક્ષકોને ખોટી માહિતી ન આપવા સૂચના અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી ચાલી રહેલા મિશનવિદ્યામાં શિક્ષકો દ્વારા ખોટા આંકડા આપીને મિશનને માત્ર કાગળ પર જ સફળ ન બનાવે તે માટે જીસીઇઆરટીના નિયામક અને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શિક્ષકોને સૂચના આપતો પરિપત્ર કરાયો છે. આ પરિપત્રમાં શિક્ષકોને જણાવાયું છે કે મિશનવિદ્યા અંતર્ગત કોઇ ખોટા આંકડા સરકારને જમા ન કરાવે. બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જેવી હોય તેવી જ માહિતી જમા કરાવવામાં આવે. નબળા બાળકો માટે અલગથી શૈક્ષણિક આયોજન કરવામાં આવશે.

આ પહેલા સરકાર દ્વારા મિશન વિદ્યા માટે એવી પણ બાબતો જાહેર કરાઈ હતી કે મિશન વિદ્યાનું ઇન્સ્પેક્શન થર્ડ પાર્ટીથી કરાવવામાં આવશે. શિક્ષકોમાં પોતાનું પરિણામ ખરાબ ન થાય તે માટે પેપર પરના આંકડા સારા બતાવતા હોવાની શંકા સેવાઇ રહી હતી. જેથી જો કોઇ શિક્ષક પર પગલાં ભરવામાં આવે તો પણ તેની કોઇ અસર શિક્ષક પર ન થાય.

આ માટે સરકાર દ્વારા તમામ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને પરિપત્ર કરીને ખોટા આંકડા ન આપવા માટે જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...