તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવા પ્લાનમાં ઓફ લાઇન સિસ્ટમ ચાલુ રાખવાની માગ સાથે ઈજનેરોની હડતાળ

નવા પ્લાનમાં ઓફ લાઇન સિસ્ટમ ચાલુ રાખવાની માગ સાથે ઈજનેરોની હડતાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા બાંધકામના પ્લાન પાસ કરવા માટે રાજ્ય સરકારે ચાર મહિનાથી ઓન લાઈન સિસ્ટમ શરુ કરી છે. તેની સાથે ઓફ લાઈન સિસ્ટમ બંધ કરી દીધી છે.પરંતુ ઓન લાઈન સિસ્ટમમાં કેટલીક ખામી હોવાથી સિસ્ટમ પ્લાન સ્વીકારતી જ નથી. જેના કારણે 4 મહિનાથી રાજ્યભરમાં એક પણ નવી બિલ્ડીંગને મંજુરી મળી નથી. ઓન લાઈન સિસ્ટમ જ્યાં સુધી પરફેકટ કાર્યરત ન થાય ત્યાં સુધી ઓફ લાઈન સિસ્ટમ ચાલુ રાખવાની માંગણી સાથે રાજ્યભરના એન્જીનીયરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.

કન્સલ્ટીંગ એન્જીનીયર એસોસીએશન દ્વારા અમદાવાદમાં એક મીટીંગ યોજાઇ હતી. જેમાં સરકાર ઓન લાઈન સિસ્ટમની સાથે ઓફ લાઈન સિસ્ટમ અથવા તો બીજી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા શરુ કરે તેવી માંગણી સાથે એન્જીનીયરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.

ઓફ લાઈન પ્લાન પાસ કરાવવાનો વિકલ્પ ચાલુ રાખવા બિલ્ડરો દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...