તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભેંસ પાડા ભરેલી ત્રણ મીની ટ્રક સાથે 6ની ધરપકડ કરાઈ

ભેંસ-પાડા ભરેલી ત્રણ મીની ટ્રક સાથે 6ની ધરપકડ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 મીની ટ્રક ભરીને કતલખાને લઇ જવાતી ભેંસો અને પાડોઓને ગૌરક્ષકોએ વૈષ્ણોદેવી સર્કલ પાસેથી પીછો કરીને પકડી પાડી હતી. આ સાથે ત્રણેય ટ્રકના ડ્રાયવર - કલીનર મળીને કુલ 6 શખ્સોની પણ ધરપકડ કરી હતી. ત્રણેય મીની ટ્રક, આરોપીઓ, પાડા તેમજ ભેંસો સોલા હાઈકોર્ટ પોલીસને સોંપી દેવાયા હતા.

3 મીની ટ્રકમાં ભેંસો - પાડા કતલખાને લઇ જવાતા હોવાની બાતમી ચાંદખેડામાં રહેતા ગૌરક્ષક ગાભુભાઇ દેસાઇને મળી હતી. જેના આધારે તેમણે સોમવારે રાતે અન્ય ગૌરક્ષોની સાથે વૈષ્ણોદેવી સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી 3 મીની ટ્રકમાં પાડા - ભેંસો લઇ જવાતા હતા. ગૌરક્ષકોએ ટોલનાકા થી થોડે આગળ સુધી ત્રણેય ગાડીઓનો પીછો કરીને પકડી પાડી હતી.

આ સાથે તેમણે સ્થળ પરથી ત્રણેય ગાડીઓના ડ્રાયવર અને કલીનરને પણ ઝડપી લીધા હતા. જેમાં સરફરાજબેગ સસીમબેગ મીર્ઝા, માજીદખાન કાસમખાન પઠાણ, તસલીમ શેરઅલી સૈયદ, યુનુસ ઈબ્રાહીમ સૈયદ, બળવંતભાઇ બાદરાજી માજીરાણા અને વસીમ અબ્દુલ કુરેશી હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે ગાભુભાઇએ પોલીસને જાણ કરતા સોલા હાઈકોર્ટ પોલીસ આવી પહોંચી હતી અને ગાભુભાઇની ફરિયાદના આધારે 6 એ ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...