તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડિપ્લોમા ઈજનેરી કોલેજો હાઇકોર્ટમાં જશે

ડિપ્લોમા ઈજનેરી કોલેજો હાઇકોર્ટમાં જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જીટીયુ સંલગ્ન ડિપ્લોમાં ઈજનેરી કોલેજોમાં રજીસ્ટ્રેશન ન કરાવનાર 280 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ નહી કરાય તો કોલેજના સંચાલકોએ હાઈકોર્ટમાં પિટિશન કરશે.

હાલમાં સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના સંચાલકોએ એસીપીડીસીના સત્તાવાળાઓને રજૂઆત કરી છે. જેના પગલે કમિટીએ ટેકનિકલ શિક્ષણ વિભાગના સત્તાવાળાઓને આ મુદ્દે નિર્ણય કરવા માટે માર્ગદર્શન આપવા પત્ર લખ્યો છે, પરંતુ જો એડમિશન કમિટી તરફથી પ્રવેશના મુદ્દે અપેક્ષા મુજબ પ્રતિસાદ નહી મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

એસીપીડીસીએ સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરી કોલેજોની ખાલી રહેલી 25,000થી વધુ બેઠકો પ્રવેશમાટે જે તે કોલેજોને ભરવા માટે આપી હતી.

12 ઓગસ્ટ સુધીમાં કોલેજ કક્ષાએ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત 30 જેટલી ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં 280 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યંુ નથી અને પ્રવેશ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...