• Gujarati News
  • National
  • એલડી કોલેજના વિદ્યાર્થીઓ મ્યુનિ. સ્કૂલના બાળકોને વિનામૂલ્યે NTSE સ્કોલરશિપ પરીક્ષાની તાલીમે આપે

એલડી કોલેજના વિદ્યાર્થીઓ મ્યુનિ. સ્કૂલના બાળકોને વિનામૂલ્યે NTSE સ્કોલરશિપ પરીક્ષાની તાલીમે આપે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખો શૈક્ષણિક સેવા યજ્ઞ શરૂ કર્યો છે. કોલેજના અેનએસએસ (નેશનલ સોશિયલ સર્વિસ) વિંગના વિદ્યાર્થીઓ કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ કરતાં આર્થિક રીતે ઉન્નત ન હોય તેવા વર્ગના વિદ્યાર્થીઓને નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન(એનટીએસઈ) ક્લીયર કરવા તાલીમ આપી રહ્યા છે. એમએચઆરડી દ્વારા નવેમ્બરમાં યોજાનારી આ એક્ઝામમાં કોર્પોરેશનની સ્કૂલના માધ્યમિક વિભાગના બાળકો સફળ થાય તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

જે વિદ્યાર્થીઓ આ નેશનલ એક્ઝામ ક્લીયર કરશે તેમને એમએચઆરડી તરફથી વિદ્યાર્થી દીઠ પ્રતિમાસ રૂ.5 હજાર સ્કોલરશિપ મળશે તેમ એલડીના એનએસએસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે. દર રવિવારે આ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે. આ ઉપરાંત કેન્ટીનમાં આ બાળકોને નિ:શુલ્ક ભોજન પણ અપાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થી અભય પ્રતાપ કહે છે કે,‘ કોલેજના વિદ્યાર્થીઓ અમને એક પરિવારના સભ્ય ગણીને ખૂબ જ સરસ રીતે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપે છે.’

ગુજરાતી-અંગ્રેજી ભાષાના ગ્રામરની પ્રેક્ટિસ કરાવાય છે
આ અભિયાનમાં જોડાયેલા વોલેન્ટિયર્સ
મેથ્સ, સાયન્સ, રિઝનિંગ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, હિસ્ટ્રી વિષયને લગતું પરીક્ષાલક્ષી માર્ગદર્શન. એનટીએસઈ રિલેટેડ પેપર સ્ટાઈલ ગુજરાતી- અંગ્રેજી ભાષાનું ગ્રામર

પરીક્ષાની ટિપ્સ અપાય છે
ડે. મ્યુનિ. કમિશનર જી. એસ. પ્રજાપતિના સંકલન-સહકારથી એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓ મ્યુનિ. સ્કૂલના બાળકોને નેશનલ લેવલની પરીક્ષા ક્લીયર કરવાની ટિપ્સ આપે છે. પ્રો. ચૈતન્ય સંઘવી, એનએસએસ કો.ઓર્ડિનેટર

મયૂર ત્રિવેદી, હીમાક્ષિ ઈશ્વર, દર્શિત ચાવડા, દર્શિલ ચૌહાણ, ઉજ્જવલ બિજોલા, ફોરમ શાહ, પ્રિયાંશી પટેલ, આકાશ પાલન, કેવલ ઘોઘારી, ભાવેશ પરમાર, રાહુલ સુરાણા,દ્રષ્ટિ, વેદાન્ત વચ્છરાજાની, ભૂમિ.

અન્ય સમાચારો પણ છે...