• Gujarati News
  • National
  • ઈ મેમો નહીં ભરનારા 1.20 લાખ વાહનમાલિકો બ્લેકલિસ્ટમાં મુકાયા

ઈ-મેમો નહીં ભરનારા 1.20 લાખ વાહનમાલિકો બ્લેકલિસ્ટમાં મુકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને ઇ-ચલણ અપાયા હતા. પરંતુ ઘણાં લોકોએ ઇ-ચલણ ભરવાનું ટાળ્યું હતું. આ પછી ઇ-ચલણ બંધ કરી દેવાયા હતાં. ટ્રાફિક વિભાગે બાકી ઇ-ચલણ મેમાની 1.20 લાખ વાહન માલિકોની યાદી આરટીઓ વિભાગને મોકલી આપી દંડ વસૂલવા જાણ કરી હતી. જેના પગલે આરટીઓએ યાદી સર્વરમાં અપલોડ કરવાની કામગીરી શરૂ કરી છે.

અત્યાર સુધીમાં 40 હજાર સુધીની યાદી અપલોડ થઇ ગઇ છે. 31 ઓગસ્ટ સુધીમાં તમામ યાદી અપલોડ કરી દેવાશે. આરટીઓ એસ.પી.મુનિયાએ કહ્યું હતું કે ટ્રાફિક વિભાગે ઇ-ચલણના નાણાં નહીં ભરનાર વાહનમાલિકોની યાદી મોકલી હતી.

જેમના નામો બ્લેકલિસ્ટની યાદીમાં સમાવિષ્ટ છે, તે વાહનમાલિકો જ્યારે તેમના લાઇસન્સ કે વાહન સંબંધિત કામ માટે આરટીઓમાં આવશે ત્યારે બ્લેકલિસ્ટની યાદીમાં નામ સર્ચ કરાશે. જો નામ સમાવિષ્ટ હશે તો વાહનમાલિકે ઇ-ચલણનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ નહીં કરે તો તેની લાઇસન્સ કે વાહન સંબંધિત એક પણ કામગીરી નહીં થઇ શકે.યાદી અપલોડ કરવાની કામગીરી બાદ બ્લેકલિસ્ટની યાદી આરટીઓના કોઇ પણ કમ્યૂટરમાં જોઇ શકાશે.

ત્રણ દરવાજે દુકાનદારોને વાહન પે એન્ડ પાર્કમાં પાર્ક કરવા ફરજ પાડતા પોલીસ સાથે ઘર્ષણ : પાર્કિંગ સામેની ઝુંબેશના ભાગરૂપે આજે ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધીના દબાણો દૂર કરાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા સ્થાનિક દુકાનદારોને તેમના વાહનોને મ્યુનિ.ના પે એન્ડ પાર્કિંગમાં પાર્ક કરવા ફરજ પાડવામાં આવી હતી પરંતુ દુકાનદારોએ તેની સામે વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

સ્થાનિક પોલીસ પણ અડચણરૂપ ગાડીને લોક કરી દંડ વસૂલશે
રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલી ગાડીઓને ટ્રાફિક પોલીસ લોક મારી દે છે. તે લોક ખોલાવા માટે ગાડી માલિકે રૂ.300 દંડ ભરવો પડે છે ત્યારબાદ જ તે લોક ખોલાય છે. પરંતુ હવેથી લોકલ પોલીસને પણ ગાડીઓ લોક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે વસ્ત્રાપુર પોલીસે ગાડી લોક કરવા માટે 10 લોક વસાવ્યા છે અને રવિવારથી રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ગાડીઓને લોક મારવાનું શરૂ કરી દીધું હતું. ફોટો-મિતેષ બ્રહ્મભટ્ટ

2 માસમાં જોખમી પાર્કિંગના પોલીસે 3500 કેસ કર્યા
અમદાવાદ | હાઇકોર્ટની ટ્રાફિક મુદ્દે ટકોર બાદ પોલીસે ટ્રાફિકની ઝુંબેશ ઉઠાવી છે. જેમાં બે મહિનામાં પોલીસે ભયજનક પાર્કિંગ કરનાર સામે 3500 કેસ ચાર રસ્તાથી 50 મીટરના અંતરમાં વાહન મૂકનાર સામે 2000 કેસ કરાયા છે.જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર અને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનાર સામે કાર્યવાહી કરી છે.

21 હજાર વાહન ટોઈંગ કરાયાં
નો પાર્કિંગ કેસ 90736

નો પાર્કિંગ સ્થળ દંડ 95 લાખ

ટો કરેલા વાહનો 21000

દંડ 54 લાખ

ડિટેન વાહનો 11000

નો પાર્કિંગ ઇ-મેમો 10000

ઇ-મેમોનો દંડ 11 લાખ

ભયજનક પાર્કિંગ 3500

ચાર રસ્તાથી 50મી. અંતરે પાર્કિંગ બદલ 2000

પાર્કિંગ બાબતે નોટિસ 1400

અન્ય સમાચારો પણ છે...