• Gujarati News
  • National
  • મેડિકલની ખાલી 245 બેઠક માટે આજથી ચોઈસ ફીલિંગ

મેડિકલની ખાલી 245 બેઠક માટે આજથી ચોઈસ ફીલિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

આજથી મેડિકલ કોલેજની બીજા તબક્કાની ખાલી 245 સહિતની બેઠકો માટે સેકન્ડ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ કાર્યવાહીનો પ્રારંભ થઈ રહ્યો છે. જે મુજબ 6 ઓગસ્ટે સવારે 10 કલાકથી 10મી ઓગસ્ટ બપોરે 12 કલાક સુધી ઓનલાઈન ચોઈસ ફીલિંગ કાર્યવાહી નિર્ધારિત કરાઈ છે. 10 ઓગસ્ટે બીજા રાઉન્ડની વિદ્યાર્થીઓએ ભરેલી ચોઈસની જાહેરાત કરાશે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશન અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ, ગુજરાત દ્વારા 11મી ઓગસ્ટ, સાંજે 6 કલાકે સીટ એલોટમેન્ટની જાહેરાત કરાશે. 13,14,16 ઓગસ્ટ દરમિયાન નિયત કરવામાં આવેલ એક્સિસ બેન્કની શાખામાં ફી ભરવાની રહેશે. જ્યારે 13,14,16,17 ઓગસ્ટ દરમિયાન નિર્ધારિત હેલ્પ સેન્ટરો ખાતે રિપોર્ટિંગ કાર્યવાહી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...