તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોક્કસ કંપનીનો સ્માર્ટફોન વાપરવા 10 દિવસમાં 7 રાહદારીના ફોન લૂંટ્યા

ચોક્કસ કંપનીનો સ્માર્ટફોન વાપરવા 10 દિવસમાં 7 રાહદારીના ફોન લૂંટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | એક ચોક્કસ કંપનીનો સ્માર્ટફોન વાપરવાની ઘેલછામાં એક યુવકે તેના સગીર વયના મિત્ર સાથે મળીને 10 દિવસમાં 7 રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધા. પરંતુ થલતેજમાં સૂરધારા સર્કલ પાસે રાહદારી યુવકના હાથમાંથી ફોન ઝૂંટવીને નાસતી વખતે પકડાઈ ગયા. ફોન ઝૂંટવી ભાગવા જતાં બાઈક બાઇક સ્લીપ થઈ જતાં ત્યાં જ બાઇક મૂકી દીધું હતું. જોકે વસ્ત્રાપુર પોલીસે બાઇક નંબરને આધારે બંને સ્નેચરની ધરપકડ કરી 7 ફોન કબજે કર્યા છે.

ગમતો ફોન ખરીદવાના પૈસા ન હોવાથી લૂંટ શરૂ કરી, 7મી વખતે ઝડપાયા
ઘાટલોડિયા સત્તાધાર ચાર રસ્તા પાસે શાકુંતલ બંગ્લોઝમાં રહેતો 21 વર્ષીય કિશન રાવલ ગત 16મીએ રાતે 10.15 વાગ્યે ચાલવા નીકળ્યો હતો ત્યારે સૂરધારા સર્કલ પાસે કાળા રંગની પલ્સર 220 બાઇક પર આવેલા બે યુવકે તેના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો. જ

કિશને બૂમાબૂમ કરતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને બંનેનો પીછો કર્યો હતો, દરમિયાન સૂરધારા સર્કલ પાસે બાઇક સ્લીપ થતા તેઓ તેને ત્યાં જ મૂકીને નાસી ગયા હતા.

આ અંગે કિશને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બાઇકના નંબરને આધારે મૂળ થરાના વતની અને હાલમાં સિંધુ ભવન રોડ પરના એક ફાર્મહાઉસમાં ઓરડીમાં રહેતા સંજય પરમારની ધરપકડ કરી છે. સંજય પાસેથી ચોરી કરેલા 7 મોબાઈલ ઉપરાંત 3 મોબાઈલ મળીને 10 ફોન કબજે કર્યા છે. જ્યારે સંજય પરમારને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.

આરોપી સંજય પરમાર

વસ્ત્રાપુર, સોલામાં ફોન લૂંટ્યા
પૂછપરછમાં સંજયે કબૂલ્યું છે કે, તેને ઓપો એફ - 7 મોબાઇલ ફોન ગમતો હતો, પરંતુ તે ફોન ખરીદવા પૈસા નહોતા. આથી તેણે તેના મિત્રની સાથે મળીને રાહદારીઓના હાથમાંથી ફોન લૂંટવાનું શરૂ કર્યું હતું. 10 દિવસમાં વસ્ત્રાપુરમાંથી 3, સોલા અને ઘાટલોડિયામાંથી કુલ 7 રાહદારીના ફોન લૂંટ્યા છતાં એક પણ એફ-7 ફોન મળ્યો નહોતો. ડીસ્ટાફ પીએસઆઈ એમ. એ. વાઘેલાના જણાવ્યાનુસાર, સંજયનું બાઇક કબજે કરી તેના સગીર મિત્રની પણ ધરપકડ કરવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...