તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્લાનની ફાઈલ ઓનલાઈન સ્વીકારાતી ન હોવાથી 4 મહિનાથી બાંધકામ બંધ

પ્લાનની ફાઈલ ઓનલાઈન સ્વીકારાતી ન હોવાથી 4 મહિનાથી બાંધકામ બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નવા બાંધકામોના પ્લાન પાસ કરવામાં સરળતા-પારદર્શકતા રહે માટે સરકારે પ્લાન પાસ કરવાની (રજા ચિઠ્ઠી)ની સિસ્ટમ ઓન લાઈન કરી છે. 16 એપ્રિલ 2018 થી કોઇ પણ બાંધકામ માટે માત્ર ઓન લાઈન જ પ્લાન પાસ કરાવવો પડે છે. પરંતુ આ ઓન લાઈન સિસ્ટમ પ્લાન સ્વીકારતી નહીં હોવાથી 4 મહિનાથી શહેરમાં એક પણ નવા બિલ્ડિંગ બની શકતા ન હોવાનું બિલ્ડરોનું કહેવું છે.

હાલ પૂરતો ઓફલાઈનનો વિકલ્પ ખુલ્લો રાખવા બિલ્ડર્સની માગ
આ અંગે ક્રેડાઈ ગુજરાતના બિલ્ડરો દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણી, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી અને ગુજરાત રાજ્યના મુખ્ય નગર નિયોજક પી.એલ.શર્માને રુબરુ મળીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

બિલ્ડરોનું કહેવું છે કે અમદાવાદમાં સરેરાશ દર મહિને 100 થી 150 જેટલા પ્લાન પાસ થવા માટે કોર્પોરેશનમાં આવે છે. પરંતુ 4 મહિનાથી એક પણ પ્લાન પાસ થયો નહીં હોવાથી સરેરાશ 500 થી 600 જેટલી ફાઈલો પેન્ડીંગ પડી છે. પ્લાન પાસ થતા નહીં હોવાથી બિલ્ડરોને તો નુકશાન થઇ જ રહ્યું છે પરંતુ તેની સાથે કોર્પોરેશનને પણ પ્લાન પાસ કરવાની કરોડો રૂપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો છે.

રિયલ એસ્ટેટને લગતા ધંધા પર અસર
4 મહિનાથી અમદાવાદમાં એક પણ નબી બિલ્ડિંગને મંજૂરી મળી નહીં હોવાથી તેની અસર રીયલ એસ્ટેટને લગતા રેતી, સિમેન્ડ, ઈંટો, કપચી, ગ્રીડ, સ્ટીલના ધંધા ઉપર પડી છે.

ઓફલાઈનનો વિકલ્પ ચાલુ રાખવા માગ
બિલ્ડરોનું કહેવું છે કે ઓનલાઈન સિસ્ટમનો અમારો વિરોધ નથી. પરંતુ જ્યાં સુધી ઓન લાઈન સિસ્ટમ પરફેકટ એક્ટિવ ન થાય ત્યાર સુધી ઓફ લાઈન પ્લાન પાસ કરવાની સિસ્ટમનો વિકલ્પ ચાલુ રાખવો જોઇએ.

28 બાંધકામને રજાચિઠ્ઠી અપાઈ છે
કોર્પોરેશનના ડે.મ્યુ.કમિશનરે કહ્યું કે, ઓનલાઈન પ્લાન પાસની સિસ્ટમ કાર્યરત થઇ ત્યારથી આજ દિન સુધીમાં 95 પ્લાન મંજૂર થવા આવ્યા હતા. 28ને રજા ચિઠ્ઠી આપી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...