• Gujarati News
  • National
  • બાળમુનિ શૌર્ય શેખર વિ. મ.સા દ્વારા સંવત્સરીના દિવસે બારસા સૂત્ર કંઠસ્થ શ્રવણ કરાવાશે

બાળમુનિ શૌર્ય શેખર વિ. મ.સા દ્વારા સંવત્સરીના દિવસે બારસા સૂત્ર કંઠસ્થ શ્રવણ કરાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 વર્ષના બાલમુનિ શૌર્ય શેખર મ.સા દ્વારા પર્યુષણના અંતિમ દિવસે બારસા સૂત્ર કંઠસ્થ શ્રવણ કરવામાં આવશે. જૈન ધર્મ અનુસાર બારસ સૂત્રનું ખૂબ જ મહત્વ હોય છે અને તેનું વાંચન માત્ર સંવત્સરીના દિવસે જ કરવામાં આવે છે. બાલમુનિ શૌર્ય શેખર મ.સા.ના જણાવ્યા અનુસાર બારસ સૂત્ર પ્રાકૃતિકભાષાની અંદર બનાવેલું છે અને તેમાં કુલ 1200 શ્લોક અને 450 ગાથાઓનું કંઠસ્થ વાંચન કરશે. પૂરા વર્ષમાં પર્યુષણના અંતિમ દિવસે બારસ સૂત્રનું વાંચન કરવામાં આવતું હોય છે. કહેવાય છે કે જે પુણ્યાત્મા એકાગ્રતાથી 21 વાર કલ્પસૂત્ર સાંભળે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે લોકોએ પર્યુષણ દરમિયાન કલ્પસૂત્ર ન સાંભળ્યું હોય તે વ્યક્તિ જો એક વાર બારસ સૂત્ર સાંભળે તો તેનું ફળ તેટલું જ મળતું હોય છે. બારસ સૂત્રમાં મહાવીર સ્વામીનું ચરિત્ર, આદિનાથ ભગવાનનું ચરિત્ર, નેમિનાથ ભગવાનનું ચરિત્ર, તેમજ 23 ભગવાનના અંતરા વીરાવલિ, સમાચારી વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...