તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મક્કામાં થતી હજની નમાજની જેમ જ વટવામાં નમાજ

મક્કામાં થતી હજની નમાજની જેમ જ વટવામાં નમાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના વટવામાં આવેલી સુપ્રસિદ્ધ હઝરત કુત્બેઆલમ સાહેબની દરગાહના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંરપરાગત હજજની નમાઝ એટલે કે ‘નમાઝે મુહબ્બત’ પઢવામાં આવી હતી, વટવા સ્થિત હઝરત અબુ મોહંમદ અબદુલ્લાહ બુરહાનુદ્દીન ‘‘કુત્બેઆલમ’’ સાહેબના સમયમાં 600 વર્ષ પહેલા આ નમાઝની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે પૈસાપાત્ર લોકો હજ માટે જતા હોઈ ગરીબ મધ્યમ વર્ગના લોકોએ હઝરત કુત્બેઆલમ સાહેબ પાસે આવીને અરજ કરી કે, અમે તો ગરીબ છીએ અમારી પાસે હજના પૈસા નથી. હઝરતે તેમને કહ્યું કે, તમે બધા નમાઝ પઢવા માટે ઉભા રહી જાઓ હું તમને હજની નમાઝ જે મકકામાં થાય છે તે અહીં જ પઢાવું છું.

અન્ય સમાચારો પણ છે...