તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જર્મન ઈન્વેસ્ટરે પ્રિન્ટ કરીને વેચેલા ચિત્રોએ રવિ વર્માને માર્મિક રીતે શ્રેષ્ઠ બનાવ્યા

જર્મન ઈન્વેસ્ટરે પ્રિન્ટ કરીને વેચેલા ચિત્રોએ રવિ વર્માને માર્મિક રીતે શ્રેષ્ઠ બનાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

NID અમદાવાદ ખાતે ઓમાર ખાનની બુક ‘પેપર જ્વેલ્સ-પોસ્ટકાર્ડ્સ ફ્રોમ રાજ’નું લોન્ચિંગ થયું હતું. જેમાં 1892થી 1947 વચ્ચેના પોસ્ટકાર્ડનો જર્ની દર્શાવે છે. જેમાં દેશમાં બનેલી વિવિધ ઘટનાઓ પર બનેલા પોસ્ટકાર્ડની રિયલ ઈમેજિસને રિસ્ટોર કરીને પુસ્તકમાં રિપ્રેઝન્ટ કરાઈ છે. આ દરમિયાન ઓમર ખાને કહ્યું હતું કે ,’ ભારતમાં જાહેરાતનું મહત્વ વધતા પોસ્ટકાર્ડસના ઉત્પાદન અને વેચાણમાં સ્પાર્ક આવ્યો. સૌપ્રથમ લિથોગ્રાફિક પોસ્ટકાર્ડ્સ આવ્યા જેનું ઉત્પાદન મોંઘુ હોવા છતાં તેની પોપ્યુલારિટી હતી. ત્યારબાદ કોલોટાઇપ, હાફ ટોન્સ અને છેલ્લે રિયલ ફોટોસ પોસ્ટકાર્ડ્સ આવ્યા.

‘એમ. વી. ધુરંધરે ઉત્તમ કામ કર્યું છે
મુંબઈમાં રાજા રવિ વર્માએ પ્રેસ શરૂ થયી હતી, જેમાં રવિવર્મા અને તેમના ભાઈએ તે સમયે 80,000 રૂપિયા લિથોગ્રાફિક પોસ્ટકાર્ડ્સ બનવા ઈન્વેસ્ટ કર્યા હતા. આ પ્રેસ 10 વર્ષ સુધી નુકસાનમાં ચાલ્યું ત્યારબાદ જર્મન ઇન્વેસ્ટરે પ્રેસ અને રવિ વર્માના કેટલાય ચિત્રોના રાઇટ્સ ખરીદી લીધેલા. ચિત્રો તેમણે પ્રિન્ટ કરીંને વેચ્યા, જે માર્મિક રીતે રવિ વર્માને શ્રેષ્ઠ ચિત્રકારોમાનાં એક બનાવી ગયા. એમ. વી. ધુરંધરે ઉત્તમ કામ કર્યું છે પરંતુ જીવનપર્યંત તેઓ રવિ વર્માની છાયામાં રહ્યા હતા. ’

અન્ય સમાચારો પણ છે...