તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અફરોજ ફટ્ટાને બોગસ બિલો બનાવી આપનાર જયેશ 23મી સુધી રિમાન્ડ પર

અફરોજ ફટ્ટાને બોગસ બિલો બનાવી આપનાર જયેશ 23મી સુધી રિમાન્ડ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પાંચ હજાર કરોડના હવાલા કાંડમાં સુરતના અફરોજ ફટ્ટાને ખોટાં બિલો બનાવી આપી યુએઇમાં પોતાની કંપની શરૂ કરી કરોડોના હવાલા રેકેટમાં સંડોવાયેલા આરોપી જયેશ દેસાઇની ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા ધરપકડ કરી તેને 23મી સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે. આરોપીઓની અગાઉ મુંબઇ ઇડીએ સોનાના હવાલામાં ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી આ કેસમાં ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરવામાં આવી હતી.

જયેશની અગાઉ મુંબઈમાં સોનાના હવાલા કૌભાંડમાં પણ ધરપકડ કરાઈ હતી
સુરત કસ્ટમ વિભાગ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને મળેલી માહિતી પ્રમાણે સુરતની ડાયમંડ કંપની હારમની ડાયમંડ પ્રા.લિ., અગ્ની જેમ્સ પ્રા.લિ. અને આરએ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રા.લિ. દ્વારા આઇસીઆઇસીઆઇ બેંક સુરતના તેમના એકાઉન્ટમાં ખોટાં બિલો રજૂ કરી ફોરેન નાણાં મોકલવામાં આવ્યાં હતાં. કસ્ટમ વિભાગના બોગસ બિલો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાન્ઝેકશનમાં કુલ 5395. 75 કરોડની રકમ આઇસીઆઇસીઆઇ બેંકના આ કંપનીના ખાતામાંથી વિદેશ મોકલવામાં આવ્યા હતા. હોંગકોંગ અને યુએઇની કંપનીઓમાં આ રકમ મોકલવામાં આવી હતી.

સુરત આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં 17 જેટલા બોગસ બીલો મારફતે આ રકમ વિદેશ મોકલવામાં આવી હતી.

જે મામલે હવાલા (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

જયેશની સૂચનાથી દુબઈથી પૈસા આવતા હતા
મદનલાલ જૈનના નિવેદનમાં એ હકીકત બહાર આવી હતીકે, જયેશ દેસાઇ દુબઇ ખાતે રહી ડાયમંડનો ધંધો કરતો હતો. જયેશે એવું કહ્યું હતુંકે, તે અફરોઝની નજીક છે અને તેઓ હવાલા મારફતે આ રીતે નાણાં મોકલે છે. તે અને પ્રફુલ્લ પટેલ બોગસ બિલ એન્ટ્રીઓ દર્શાવે છે. મદનલાલ પાસે આ પ્રકારનાં બોગસ બિલ જયેશ લઇને આવ્યો હતો. જયેશ અને અફરોઝ ફટ્ટા પૃથ્વીરાજ કોઠારી સાથે મળીને હોંગકોગ અને યુએઇ ગેરકાયદે નાણાં મોકલતાં હતાં. જયેશ દેસાઇની સલાહને આધારે મદનલાલ જૈને દુબઇમાં મબ્રુક ટ્રેડિંગ નામની કંપની શરૂ કરી હતી. આમ આ કંપનીઓનો ઉપયોગ હવાલા મારફતે નાણાં મોકલવા માટે મોટા પાયે કરવામાં આવતો હતો. બોગસ બિલ નિખિલેશ કક્કડ દ્વારા બનાવવામાં આવતા હતા જોકે તેની પાછળનું ભેજુ જયેશ દેસાઈ હતો.

અન્ય સમાચારો પણ છે...