તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાડવાત પાસેથી લેવાતો ડબલ પ્રોપર્ટી ટેક્સ રદ કરવા રજૂઆત

ભાડવાત પાસેથી લેવાતો ડબલ પ્રોપર્ટી ટેક્સ રદ કરવા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદમાં કોમર્શિયલ મિલકતમાં મૂળ માલિક અને ભાડવાતના પ્રોપર્ટીટેક્સના બિલમાં રહેલા તફાવતને દૂર કરવા માટે માગ ઊઠી છે. કોમર્શિયલ એકમોમાં હજુ પણ પ્રોપર્ટીટેક્સના બિલમાં વિસંગતતાને કારણે અન્યાય થઇ રહ્યો છે.

અગાઉ હાઇકોર્ટના આદેશથી રહેણાકમાં આવી પ્રોપર્ટી ટેક્સમાં રહેલી વિસંગતતા દૂર કરાઈ હતી
જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી એવી રજૂઆત કરી છે કે, તંત્ર દ્વારા મિલકતના મૂળ માલિક પાસેથી લેવામાં આવતા પ્રોપર્ટી ટેક્સ કરતા ડબલ ટેક્સ ભાડવાત પાસે લેવામાં આવે છે. તંત્ર ભાડુઆતવાળી મિલકતને પણ તેટલી જ પાણી, ઘર સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. અગાઉ આ મામલે થયેલી જાહેરહિતની રિટમાં એવો આદેશ થયો હતો કે, મ્યુનિ. તંત્ર ભાડવાત અને માલિક પાસેથી અલગ અલગ દરે પ્રોપર્ટી ટેક્સ વસૂલી શકે નહીં. આ હુકમને અનુસંધાને રહેણાકના મકાનો માટે તંત્રએ આ બાબત લાગુ કરી ભાડવાત અને માલિકના પ્રોપર્ટી ટેક્સની રકમ સરખી કરી છે. જો કે કોમર્શિયલ એકમોમાં હજુ પણ મુળ માલિક કરતા બમણો પ્રોપર્ટી ટેક્સ ભાડવાત પાસેથી વસુલવામાં આવે છે. તંત્ર દ્વારા ટેક્સની રકમમાંથી જે સુવિધા પુરી પાડવામાં આવે છે તે સુવિધા તમામને સરખી જ પૂરી પાડવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, તેઓ જ્યાં પોતાની ઓફિસ ધરાવે છે તે એટલાન્ટા ટાવર ગુલબાઇ ટેકરા ખાતે પણ આ પદ્ધતિથી જ વસૂલાત કરવામાં આવી રહી છે ત્યારે તેને જો તત્કાલ અટકાવવામાં નહીં આવે તો આ મામલે ફરીથી હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરવાની તેમને ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...