તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોર્ટે જે આરોપીને જામીન આપ્યા તેને પોલીસે ફરી કોર્ટમાં રજૂ કર્યો

કોર્ટે જે આરોપીને જામીન આપ્યા તેને પોલીસે ફરી કોર્ટમાં રજૂ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂના કેસમાં આરોપીએ સેશન્સ કોર્ટમાંથી અગોતરા જામીન મેળવ્યા બાદ પોલીસે તે યુવકની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા સરદારનગર પોલીસનો મોટો છબરડો બહાર આવ્યો છે.

સરદારનગરમાં પોલીસે આરોપી સન્ની ઉર્ફે મચ્છુ ભીમાણીએ દારૂના કેસમાં અગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરતા, 23મી જુલાઇએ આરોપીને જામીન આપવામાં આવ્યા હતા. જોકે પીએસઆઇ એમ.એમ. ઠાકોરે સન્નીની ગત 15મી ઓગસ્ટે ધરપકડ કરી હતી. તેમજ તેને કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો. પોલીસે આ મામલે કોર્ટ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી જોકે, કોર્ટે આ બાબત ગંભીર ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...