• Gujarati News
  • National
  • રામોલમાં કિશોરી તેની સ્ત્રીમિત્ર સાથે નાસી જતાં પિતાએ ફરિયાદ નોંધાવી

રામોલમાં કિશોરી તેની સ્ત્રીમિત્ર સાથે નાસી જતાં પિતાએ ફરિયાદ નોંધાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામોલના સુરેલિયામાં રહેતી 16 વર્ષીય કિશોરી સ્ત્રી મિત્ર સાથે શનિવારે ભાગી ગઇ હતી. મહિલા મિત્રનાં ત્યાં શોધવા ગયેલા પિતાને દીકરી તેની બહેનપણી સાથે ભાગી ગયાની જાણ થતાં પિતાએ રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરેલિયામાં રહેતા કિશોરભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, શનિવારે તેમની નાની બન્ને દીકરી સ્કૂલ ગઇ હતી ત્યારે બપોરે 3.45 વાગે તેઓએ નીચે આવીને જોયું તો મીરા તથા તેની સાઈકલ નહોતી. તેમણે તેમની પડોશની સોસાયટીમાં રહેતી 20 વર્ષીય બહેનપણી કાજલનાં ત્યાં તપાસ કરતા તેના ભાઇએ તે ગુમ હોવાની વાત જણાવી હતી. જેથી પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવાર તેને શોધવા સુરત પહોંચ્યો હતો. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)

અન્ય સમાચારો પણ છે...