તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નકલી બંડલ પધરાવી છેતરતા બે ઠગ ઝડપાયા

નકલી બંડલ પધરાવી છેતરતા બે ઠગ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાગીના અને મોબાઇલ ફોન સામે પૈસા આપવાની લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઇ છેતરતા બે ગઠિયાની એસઓજીએ ઝડપી લીધા છે. આ બંને પાસેથી પોલીસે રૂ. 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંનેએ એક મહિના પહેલા રાણીપના એક યુવાનને 500ની નોટોનું નકલી બંડલ પધરાવી દાગીના પડાવી લીધા હતા.

વેજલપુર પાસે એસઓજીએ બાતમીના આધારે ગોપાલ ચૌધરી અને વિનોદ સોલંકીને ઓટો રિક્ષા સાથે 18 ઓગસ્ટના રોજ 3.30 વાગે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી સોનાની ચેઇન કિંમત રૂ. 15 હજાર, ઓટો રિક્ષા અને મોબાઇલ રૂ. 5 હજાર મળી કુલ રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં ગોપાલે જણાવ્યું હતું કે એક મહિના પહેલા તે અને વિનોદ તથા તેમની બાજુમાં રહેતો દિનેશ ગાંગીયા ભેગા થઇને ગોપાલની રિક્ષા લઇ રાણીપ સુભાષબ્રિજ સર્કલ પાસે ગયેલા. જ્યાં એક ભાઇને વિશ્વાસમાં લઇ તેમની ચેઇન તથા મોબાઇલના બદલામાં તેમને ઉપર એક રૂ. 500ની નોટ રાખી એક કાગળનું બંડલ આપી છેતર્યા હતા. તેમજ 4થી 5 મહિના પહેલા ડી કેબીન બસ સ્ટેન્ડ પાસે એક બહેનને પણ આજ રીતે કાગળના બંડલ પર એક રૂ. 500ની નોટ મૂકી છેતરી તેમની ચાર બંગડી, સોનાની ચેઇન અને મોબાઇલ લઇ લીધા હતા.

આ ઉપરાંત આ આરોપીઓએ મેમનગર, વાડજ, સોનાની ચાલી, કૃષ્ણનગર અને બાપુનગરમાં છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...