તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાફેશ્વરના પૌરાણિક મંદિરે નર્મદામાં લીધી જળ સમાધિ

હાફેશ્વરના પૌરાણિક મંદિરે નર્મદામાં લીધી જળ સમાધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો થતાં ડેમની સપાટી 115.27 મીટર પર પહોંચી જતાં ૧૪ વર્ષ બાદ ખુલ્લા થયેલા હાફેશ્વરના શિવ મંદિરે ફરીથી જળ સમાધિ લઈ લીધી છે. છોટા ઉદેપુર જિલ્લાના પૌરાણિક તીર્થધામ હાફેશ્વર ખાતે આવેલા શિવ મંદિરે ગઇકાલે જળ સમાધિ લઈ લીધી છે. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારતા વર્ષ ૨૦૦૪માં આખેઆખુ શિવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પરંતુ ચાલુ વર્ષે પાણીનું સંકટ ઘેરું બન્યું હતું, જેના કારણે ટનલ મારફત ડેમનું પાણી ઉલેચી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોચાડાતા સરદાર સરોવર ડેમમાં પાણી ખૂબ જ ઘટી ગયું હતું. જેને લઈને મંદિર બહાર આવ્યું હતું. અને લગભગ ૪૦ ફૂટ કરતાં વધુ ખુલ્લુ થઈ ગયું હતું, છેલ્લા બે મહિનાથી વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે નર્મદા નદીના પાણીમાં હાફેશ્વર શિવ મંદિરે જળ સમાધિ લઈ લીધી છે.

¾, અમદાવાદ, બુધવાર, 22 ઓગસ્ટ, 2018

8

અન્ય સમાચારો પણ છે...