તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વણઝારિયા પાટિયા પાસે ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું કરૂણ મોત

વણઝારિયા પાટિયા પાસે ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું કરૂણ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજમોડાસા રોડ પર આવેલ વણઝારિયા પાટિયા નજીક એક ડમ્પર ચાલકે આગળ જતા વાહનની ઓવરટેઈક કરવા જતાં સામેથી આવતી એક બાઈકને ટક્કર મારતાં બાઈકચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાયડ તાલુકાના ડેમાઈ બ્રાહ્મણ ફળિયામાં રહેતા યાજ્ઞિકકુમાર પંડ્યા શનિવારે રાત્રીના પોતાની બાઈક પર મિત્ર રાકેશભાઈ રેવાભાઈ ઝાલા સાથે કપડવંજથી ડેમાઈ તરફ જતા હતા. યાજ્ઞિક પંડ્યા પોતાની બાઈક લઈ કપડવંજ-મોડાસા રોડ પર આવેલ વણઝારિયા પાટિયા પાસેથી પસાર થતા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા એક ડમ્પરચાલકે પોતાના આગળના વાહનની ઓવરટેઈક કરવા જતાં બાઈક સાથે ધડાકાભેર અથડાવ્યુ હતું. જેથી બાઈક પર સવાર યાજ્ઞિકભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું.

જ્યારે બાઈક પાછળ બેઠેલ રાકેશભાઈ ઝાલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા રાકેશભાઈ ઝાલાને તાત્કાલિક સારવાર અર્થે 108માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર યાજ્ઞિક પંડ્યા નડિયાદની ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા. બનાવ સંદર્ભે જયેશ હરિહરભાઈ પંડ્યાની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોસઈ એચ.જે.ઠાકોર ચલાવી રહ્યા છે.

પૂનમપુરા નજીક ટ્રકની પાછળ બાઈક ઘુસી જતાં ચાલકનું મૃત્યુ

નડિયાદ| મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે રહેતા મનુભાઈ બુધાભાઈ પરમાર શનિવારે રાત્રીના 1.45 કલાકે પોતાની બાઈક લઈ અરવિંદભાઈ ફૂલાભાઈ ભોઈ સાથે પૂનમપુરા પાટિયા પાસેથી પસાર થતા હતા. તે વખતે મનુભાઈએ પોતાની બાઈક બેફિકરાઈ અને પુરઝડપે ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડે ઉભેલ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. જેથી મનુભાઈને માથાના તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મનુભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે પાછળ બેઠેલ અરવિંદભાઈને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ સંદર્ભે સણસોલીના િહતેષભાઈ પરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે મનુભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોસઈ આર.આઈ.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...