તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાણંદના છાત્રો વિવિધ સ્પર્ધાઓમાં ઝળકયા

સાણંદના છાત્રો વિવિધ સ્પર્ધાઓમાં ઝળકયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લા પંચાયત શિક્ષણ સમિતી પ્રેરીત જિલ્લા પ્રતિભા શોધ કાર્યક્રમ અંતર્ગત જોધપુર પ્રાથમિક શાળા, અમદાવાદ ખાતે શીધ્ર કાવ્ય, શીધ્ર વકૃતત્વ, કાવ્યગાન તેમજ લોકવાર્તા જેવી સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાઇ હતી.

જેમાં સાણંદ તાલુકાની સોયલા પ્રાથમિક શાળાના ધો.7માં અભ્યાસ કરતા ધવલકુમાર અમૃતભાઇ પ્રજાપતિ પ્રથમ નંબરે, ગોરજ પ્રાથમિક શાળાની બાલિકા અંકિતા શીધ્ર વકૃતત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે જયારે ગણાસર પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન કાવ્યગાનમાં પ્રથમ નંબરે વિજેતા થતા સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...