તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હેબતપુરમાં બાળકીનો મૃતદેહ મળ્યો

હેબતપુરમાં બાળકીનો મૃતદેહ મળ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેબતપુરરોડ લા હેબીટેટ પાસેના રેલ્વે ટ્રેક નજીકની અવાવરુ જગ્યામાંથી ગોદડી તેમજ ધાબળામાં લપેટેલા દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે પેનલ ડોકટર પાસે બાળકીના મૃતદેહનું પીએમ કરાવતા બાળકીનું મૃત્યુ બીમારીના કારણે કુદરતી રીતે થયું હોવાનું પૂરવાર થયું હતુ.જેના આધારે પોલીસે તેના માતા-પિતાની શોધખોળ શરુ કરી છે. હેબતપુર રેલ્વે ટ્રેક નજીકની ઝાડીમાંથી ગુરુવારે સાંજે 6.30 વાગ્યે બાળકીનો મૃતદેહ પડ્યો હોવાનો સંદેશો મળતા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.રાણા સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...