વસ્ત્રાલ RTOમાં પણ લાઇસન્સ રિન્યૂ
વસ્ત્રાલમાંઆવેલી આરટીઓમાંથી લાઇસન્સની રિન્યુઅલ, ડુપ્લિકેટ અને એન્ડોર્સમેન્ટની કામગીરી કરાવવા માટે સુભાષબ્રિજ આરટીઓ ખાતેથી માત્ર 24 કલાકમાં એનઓસી કાઢી આપવાની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધી એનઓસી માટે સપ્તાહ સુધીનો સમય લાગતો હતો. ઉપરાંત એનઓસી લઈને વાહનચાલક જાય ત્યારે વસ્ત્રાલ આરટીઓમાં લાઇસન્સને લગતી કામગીરી કરી અપાતી નહોતી, જેથી તાજેતરમાં પરિપત્ર કરાયો હતો અને તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે.
પરિપત્ર મુજબ વસ્ત્રાલ ખાતે 2011 પહેલાંના લાઇસન્સની રિન્યુઅલ, ડુપ્લિકેટ અને એન્ડોર્સમેન્ટની કામગીરી કરી આપવામાં આવશે. માટે જરૂરી એવી એનઓસી 24 કલાકમાં મળી જાય તે માટે સુભાષબ્રિજ આરટીઓમાં વ્યવસ્થા પણ કરાઈ છે. એઆરટીઓ જે. બી. રાવના જણાવ્યાનુસાર, નાગરિકોની સુવિધા માટે વસ્ત્રાલના વાહનચાલકોને 24 કલાકમાં એનઓસીમળી જાય તેવી વ્યવસ્થા કરાઇ છે. જો અંગે કોઇ પણ ફરિયાદ મળશે તો સબંધિત કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વસ્ત્રાલ ખાતે વર્ષ 2011માં આરટીઓ કચેરી બની ત્યારથી લઈ અત્યાર સુધી માત્ર કાચા-પાકા લાઇસન્સની કામગીરી થાય છે. જ્યારે સિવાયની કામગીરી સુભાષબ્રિજ આરટીઓ ખાતે કરવામાં આવી રહી હતી.
ઓનલાઇનની વિચારણા
વસ્ત્રાલ અનેસુભાષબ્રિજ આરટીઓ વચ્ચે ઓનલાઇન સેવા શરૂ કરાશે, જેથી એનઓસી વાહનચાલકોના બદલે સીધી વસ્ત્રાલ આરટીઓમાં ઓનલાઇન મોકલી દેવાશે. આનાથી વાહનચાલકોનો સમય પણ બચશે. ઉપરાંત અન્ય કામગીરી પણ ઓનલાઇન કરવાની વિચારણા છે.