• Gujarati News
  • National
  • લોદરિયાળ ગામનાં થયેલા ચકચારી મર્ડર કેસના આરોપીઓ જેલ હવાલે

લોદરિયાળ ગામનાં થયેલા ચકચારી મર્ડર કેસના આરોપીઓ જેલ હવાલે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હત્યા બાદ આરોપીઓ ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી

ક્રાઇમ રિપોર્ટર. અમદાવાદ

બાવળામાંમામાની દીકરીને હેરાન કરતા સગીર વયના યુવાનને ઠપકો આપતા બોલાચાલી થઇ હતી. જેમાં સગીર વયના યુવાને મિહિર નામના યુવાનને માથાના ભાગે લાકડીથી મારતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આરોપીઓ મર્ડર કર્યા બાદ ફરાર થઇ ગયા હતા. જેને એલસીબીએ ભારે જહેમત બાદ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ ગ્રામ્યના સાણંદના મોડાસર ગામના રહેતા જતીનભાઇ ખેંગારભાઇ વાણિયા અને મિત્રો અતુલ અને રાજેન્દ્ર બાઇક પર તા. 23 જુલાઇના રોજ બાવળા ગયા હતા. સમય મૂળ બલદાણા ગામનો અને હાલ બાવળા ખાતે રહેતો કિશોર જતીનભાઇની મામાની દીકરીને ફોન કરી હેરાન કરવા બાબતે જતીનભાઇએ ઠપકો આપતા બોલાચાલી થયેલી. આથી કિશોરે તેના મિત્રોને ફોન કરી બોલાવતા મયૂર થતા વિશાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હજુ વધુ માણસો આવશે તેવા ડરથી જતીનભાઇ અને મિત્રો પોતાના ગામ મોડાસર જવા નીકળી ગયા હતા. સમયે સાણંદ ચોકડી પાસે તેમના સંબંધી મિહિર અને ઉરેન બાઇક પર સામે મળ્યા હતા. સમયે તેમને ઇશારો કરી પાછા ફરવા જણાવેલ તે સમયે આરોપીઓ બે બાઇકથી પીછો કરી બાવળા સાણંદ રોડ ઉપર લોદરિયાળા ગામના પાટિયા નજીક ચાલુ બાઇકે કિશોરે જતીનભાઇને લાકડીનો મારતા જતીનભાઇ નમી જતા લાકડી મિહિરને માથાના ભાગે વાગતા તે બાઇક પરથી નીચે પડી ગયો હતો. સમયે આરોપીઓ મિહિર અને ઉરેન ઉપર લાકડીઓથી તૂટી પડ્યા હતા. જ્યારે જતીનભાઇ અને તેમના મિત્રો ડરને કારણે ઝાડીઓમા સંતાઇ ગયા હતા.

આરોપીઓએ મિહિર અને ઉરેનને ગંભીર રીતે ઇજા કરી ભાગી જતા જતીનભાઇ અને તેમના મિત્રો બહાર આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મિહિર અને ઉરેનને હોસ્પિટલ લઇને જતી વખતે રસ્તામાં મિહિરનું મૃત્યુ થયું હતું. બનાવની તપાસ ડીવાયએસપી પી.ઓ. ભટ્ટે એલસીબીને આપતા ભાગતા ફરતા ઉ. 15 વર્ષના સગીર બાળક તેમજ મયૂર કનુભાઇ મકવાણા અને વિશાલ જાદવભાઇની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ |મામાની દીકરીને હેરાન કરતા મામલો બિચક્યો હતો

અન્ય સમાચારો પણ છે...