• Gujarati News
  • National
  • SSPFની સ્ટેટલેવલની વોલીબોલ ચેમ્પિ.માં આણંદની ટીમ વિજેતા

SSPFની સ્ટેટલેવલની વોલીબોલ ચેમ્પિ.માં આણંદની ટીમ વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}એસએસપીએફની ઇન્ટરસ્કૂલ વોલીબોલમાં વિજેતા બનેલી ત્રણ ટીમના ખેલાડી

અમદાવાદની મહર્ષિ સાંદીપની સ્કૂલમાં સ્કૂલ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનની રાજયકક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ. જેમાં ગુજરાતભરમાંથી આવેલી વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં આણંદની ટીમ પ્રથમ ક્રમે આવી વિજેતા બની હતી. બીજા ક્રમે સી.એન વિદ્યાલયની ટીમ રનર્સ અપ બની હતી. ત્રીજા ક્રમે યજમાન ટીમ મહર્ષિ સાંદીપની સ્કૂલ આવી હતી. સેમિફાઇનલમાં મહર્ષિ સાંદીપની સ્કૂલ, આણંદ, સી.એન.વિદ્યાલય અને કુન સ્કૂલ પહોંચી હતી. ફાઇનલમાં આણંદની ટીમે સી.એન.વિદ્યાલયને 25-18, 25-6થી હરાવી આણંદની ટીમ વિજેતા બની હતી. રનર્સ અપની સ્પર્ધામાં કુન સ્કૂલ અને સી.એન.વિદ્યાલય વચ્ચે યોજાઇ. જેમાં સી.એનનો 25-18, 19-25 અને 22-25થી વિજય થયો. ત્રીજા ક્રમે મહર્ષિ સાંદીપની અને કુન સ્કૂલ વચ્ચે યોજાઇ જેમાં મહર્ષિ સાંદીપની સ્કૂલનો25-19 અને 25-17થી વિજય થયો.

Volley ball

અન્ય સમાચારો પણ છે...