• Gujarati News
  • National
  • AMTSએ વૃદ્ધનો ભોગ લીધો, STએ મહિલાને કચડી નાખી

AMTSએ વૃદ્ધનો ભોગ લીધો, STએ મહિલાને કચડી નાખી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંકોમર્સ રસ્તા પાસે એક વૃદ્ધનું એએમટીએસ બસ નીચે આવી જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટનામાં મણિનગરમાં બસ નીચે એક મહિલા આવી ગઇ હતી તેનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. બસ ડ્રાઇવરે મહિલાને બચાવવા પ્રયાસ કર્યો હતો જેના કારણે બસે રિક્ષા અને કોર્પોરેશનની કચરા પેટીને નુકસાન પહોચ્યું હતું.

નવરંગપુરા કોમર્સ રસ્તા પાસે 63 વર્ષના સીનિયર સિટીઝન કિરણભાઇ જયંતકુમાર ભટ્ટ ચાલતા જતા હતા ત્યારે સરક્યુલર રૂટથી કાલુપુર તરફ પૂરઝડપે જતી એએમટીએસ બસે તેમને પાછળના ટાયરમાં કચડી નાખ્યા હતા.જેથી તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. નવરંગપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગરના જવાહર ચોક ચારરસ્તાથી જયહિંદ ચાર રસ્તા પાસેના રાધાવલ્લભ મંદિર પાસેથી પસાર થતાં 58 વર્ષનાં વિલાશબેન દિલીપભાઇ પટેલને ખાત્રજથી મણિનગર તરફ જતી એસ.ટી બસના ડ્રાઇવરે અડફેટે લેતાં બચાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઇ હતી. જેથી એક રિક્ષાને કચડી નાખી હતી તેમજ લીમડાનું ઝાડ પડી ગયું તેમજ કચરા પેટીઓ પણ તૂટી ગઇ હતી.જો કે વિલાશબેનને બચાવી શકાયા નહોતાં, તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

શહેરમાં અકસ્માતના બે બનાવમાં બે વૃદ્ધનાં મોત

અન્ય સમાચારો પણ છે...