તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રથયાત્રાની તૈયારીઓ: પોલીસે ટ્રક એસો. સાથે મિટિંગ યોજી

રથયાત્રાની તૈયારીઓ: પોલીસે ટ્રક એસો. સાથે મિટિંગ યોજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25જૂન 2017 ના રોજ ભગવાન જગન્નાથની 140 મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે. રથયાત્રાને હવે 15 દિવસજ બાકી રહ્યા હોવાથી મંદિર ટ્રસ્ટી મંડળ અને પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે તૈયારીઓ આરંભી છે. રવિવારે સાંજે જગન્નાથ મંદિરમાં પોલીસ અને ટ્રક એસોસિએશનની મિટિંગ યોજાઇ હતી. જેમાં ટ્રક માલિકો તેમજ ડ્રાઈવર અને ટ્રકમાં બેસનારા ભાવીકોને પોલીસ દ્વારા સલાહ સૂચન કરવામાં આવ્યા હતા.

રવિવારે સાંજે મંદિરમાં યોજાયેલી મિટિંગમાં ગાયકવાડ હવેલી પોલીસ, એસીપી, ડીસીપી, સ્પેશિયલ બ્રાન્ચની ટીમ, ટ્રાફિકના અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રક એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમણે ટ્રકમાંથી પ્રસાદ છુટ્ટો નહીં ફેંકવા, ચેનચાળા નહીં કરવા, અપશબ્દો નહીં બોલવા, ટ્રકો નંબર પ્રમાણે લાઈનમાં ચલાવવા સહિતની સૂચના આપી હતી.

સીસીટીવી કેમેરાથી આખી રથયાત્રાનું મોનિટરિંગ કરાશે

^ જગન્નાથ મંદિર પરિસર અને રથયાત્રાના રૂટ ઉપર 500 સીસીટીવી કેમેરા લગાવાયા છે. કાલુપુર, દરિયાપુર, શાહપુરમાં વધુ પ્રમાણમાં કેમેરા લગાવાયા છે. કેમેરાનું મોનિટરિંગ જેતે પોલીસ સ્ટેશન અને એસીપી ઓફિસમાંથી થશે. વધુમાં દરેક પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોની અટકાયત કરી તેમને જામીન લેવડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીની મિટિંગો ઉપરાંત પોલીસે સાંજના સમયે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. > પીયૂ. પટેલ, સંયુક્ત પોલીસ કમિ.સે-1

પ્રસાદી છુટ્ટા હાથે નહીં ફેંકવા, બીભત્સ ચેનચાળા નહીં કરવા અને અપશબ્દો નહીં બોલવા પોલીસે સૂચના આપી

અન્ય સમાચારો પણ છે...