તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાલો હવે મોન્સૂનની સિઝનને વધાવીએ

ચાલો હવે મોન્સૂનની સિઝનને વધાવીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટુડન્ટ,ઉદગમ સ્કૂલ

સમરની હોટ ઈફેક્ટ પછી હવે મોન્સૂનની ઘડીઓ ગણાઈ રહી છે. આમ તો આપણી માટે મોન્સૂન એટલે ૧૫ જુન પછી શરૂ થતો વરસાદ પણ હવે તો ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના બીજા ફેરફારોને લઈને મોન્સૂનની ક્યાંક ક્યાંક શરૂઆત તો થઈ ચૂકી છે અને આપણે પણ અમદાવાદમાં તેનો અનુભવ કર્યો. મારે આજે વાત કરવી છે વરસાદી પાણીના સંગ્રહની. પોળ કલ્ચરમાં તો વરસાદીના પાણીને ટાંકામાં ઉતારવા માટે હજુ પણ ક્યાંક ક્યાંક ભૂગર્ભ ટાંકીઓ જોવા મળે છે પણ પશ્ચિમ વિસ્તારમાં તો પાણીના સંગ્રહને લઈને કોઈ વ્યવસ્થા નથી. હા કોઈએ વ્યવસ્થા કરી હોય તો તે આવકારદાયક છે. મને લાગે છે આપણી માટે પાણી બચાવવાનો અને તેને ભૂગર્ભમાં ઉતારવાનો ઉત્તમ સમય છે. નહી તો આપણી માટે ભયંકર પાણીની તંગી સર્જાશે. વરસાદી પાણી બહાર નક્કામું વહી જાય તેને બદલે જો ભૂગર્ભ ટાંકામાં કે પછી બીજા કોઈ માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે તો પાણીનું લેવલ ઉંચુ આવશે અને આપણે તેની તંગીનો સામનો નહી કરવો પડે. આપણે અત્યાર સુધી પાણીની તંગી સર્જાય ત્યારે તેની માટે વ્યક્તિગત શું કરી શકીએ તેના પર સિરિયસલી વિચાર કર્યો નથી પણ મોન્સૂનમાં જો વિચાર કરીને તેનો અમલ કરીએ તો આવનારા વર્ષોમાં આપણે પાણીની તંગીનો સામનો નહી કરવો પડે.

મને લાગે છે આપણી માટે પાણી બચાવવાનો અને તેને ભૂગર્ભમાં ઉતારવાનો ઉત્તમ સમય છે.
અન્ય સમાચારો પણ છે...