તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દર સપ્તાહે સ્ટે. ચેરમેન સાઈકલ પર ફરીને કામગીરીનું નિરીક્ષણ કરે છે

દર સપ્તાહે સ્ટે. ચેરમેન સાઈકલ પર ફરીને કામગીરીનું નિરીક્ષણ કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદકોર્પોરેશનની હદને અડીને આવેલા બોપલ-ઘુમા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેશ પટેલે સપ્તાહમાં બે વખત પોતાની સરકારી કારનો ઉપયોગ બંધ કર્યો છે. પાલિકા હદ વિસ્તારમાં કરવામાં આવતી દરેક સેવા સંલગ્ન કામગીરીનું જાત નિરીક્ષણ માટે તેઓ દર ગુરુવાર અને રવિવારે સાઈકલ સવારી કરે છે. અને કામગીરીનું નિરીક્ષણ કરે છે.

અંગે તેમણે કહ્યું કે,‘ સાઈકલ પર નીકળવાનું કારણ એટલું છે કે, સમગ્ર નગરપાલિકા વિસ્તારની સ્થિતિનો સચોટ અને બારીકાઈપૂર્વક તાગ મળી શકે છે. ફરિયાદ મળે ત્યાં નિકાલ થાય તો આવશ્યક છે પણ જે નાગરિકો ફરિયાદ કરી શકતા નથી ત્યાં કોઈ સમસ્યા હોય તો તે જલદીથી ખ્યાલ આવી શકે છે.

બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તાર ઔડા હદમાં પણ આવે છે. જેના કારણે અહીં કેટલાક ટી.પી રસ્તાઓની કામગીરી ઔડા દ્વારા કરવામાં આવે છે. કારણે અહીં ગૂંચવાડો ઊભો થાય છે.

અન્ય સમાચારો પણ છે...