તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શેઠે 5 હજાર ઉપાડ આપતા 8 વર્ષના દીકરાનું અપહરણ

શેઠે 5 હજાર ઉપાડ આપતા 8 વર્ષના દીકરાનું અપહરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘કાકાએપહેલા મને વિમલ લેવા મોકલ્યો. પછી કહ્યું ચાલ તારા પપ્પા પાસે લઇ જાઉં અને મને રિક્ષામાં બેસાડી ટ્રેનમાં લઇ ગયા હતા.’ શબ્દો છે વટવાના 8 વર્ષીય ઋત્વિક ચૂનારાના. 5 હજાર રૂપિયા માટે ઋત્વિકનું અપહરણ થયા બાદ 12 કલાકમાં પરિવારે અમદાવાદ અને વાપી પોલીસ સાથે મળી બાળકને શોધી કાઢ્યો હતો.

વટવા ગામમાં રહેતા ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટર વિક્રમભાઇ ચૂનારાના 8 વર્ષીય દીકરા ઋત્વિકનું 7 જૂનના રોજ અપહરણ થયું હતું. ત્યારે વિક્રમ અને તેમના સસરા વડોદરા પાદરા ગયેલા હોઇ માતા અંજલિએ ઘટના અંગે માહિતી વિક્રમને આપી હતી. અપહરણ વિક્રમભાઇ સાથે ફક્ત દોઢ મહિનાથી કામ કરતા શ્યામસુંદર પાલે ફક્ત 5 હજાર રૂ. માટે કર્યું હતું. શ્યામસુંદરે વિક્રમ પાસે 5 હજાર ઉપાડ માંગ્યો હતો. જે વિક્રમ પાસે હોઇ આપવાની ના પાડી હતી. પરિવારે અમદાવાદ પોલીસ અને વાપી પોલીસ સાથે મળી ઋત્વિકને આરોપી સાથે 12 કલાકમાં વાપીથી શોધી કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...