તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાઇવેટ લેબમાં રૂ. 500થી 25 હજારમાં થતાં ટેસ્ટ રેડક્રોસમાં 50 ટકા દરે થશે

પ્રાઇવેટ લેબમાં રૂ. 500થી 25 હજારમાં થતાં ટેસ્ટ રેડક્રોસમાં 50 ટકા દરે થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના વેપારીએ 15 લાખની ઠગાઈ કરી

થેલિસિમિયા સહિતના ટેસ્ટ રાહત દરે થશે

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં ચેરમેન ભાવેશ આચાર્ય અને જનરલ સેક્રેટરી પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને હસ્તે સેન્ટર ફોર થેલિસિમિયા અને સીકલસેલ પ્રીવેન્શન-કંટ્રોલ અને રિસર્ચની સુવિધા સાથેનાં તેમજ રૂ. 7 કરોડને ખર્ચે નવનિર્મિત રેડક્રોસ ભ‌વનનું ઉદઘાટન કરાયું છે.

પરંતુ, ઘણાં ઓછા લોકો જાણે છે કે, રેડક્રોસ ભવનમાં અત્યાધુનિક મશીનો સાથે એનએબીએલ(નેશનલ એક્રિડિટેશન બોર્ડ પોર લેબોરેટરી) સર્ટિફિકેટ માન્યતા પ્રાપ્ત રાજ્યની શ્રેષ્ઠ લેબોરેટરી પણ કાર્યરત છે.

મહત્વની વાત છે કે, પ્રાઇવેટ લેબોરટરીમાં વિવિધ ટેસ્ટ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી કેટલાક લોકો સારવાર કરાવવાનું ટાળતાં હોય છે. દરેક વ્યક્તિ સસ્તા દરે લેબોરેટરી ટેસ્ટ કરાવીને સારવાર મેળ‌વી રોગમુક્ત બને તે આશયથી ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત અત્યાધુનિક લેબોરેટરીમાં નિદાન માટે જરૂરી એવા રૂ. 500થી 25 હજારનાં લેબ ટેસ્ટ પ્રાઇવેટ લેબોરેટરી કરતાં 50 ટકાથી પણ ઓછા દરે કરાશે.

વધુમાં વધુ સંસ્થાઓ અને ડોક્ટરો રાહત દરે સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપ યોજી શકે તે માટે આધુનિક સુવિધાથી સજ્જ વિશાળ હોલની વ્યવસ્થા ઉપરાંત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ, બ્લડબેન્ક સેવા, ટીબી કંટ્રોલ પ્રોજેક્ટ, જુનિયર-યૂથ રેડક્રોસ પ્રોગ્રામની સાથે હાર્ટએટેક અને ઇમરજન્સી કેસમાં જરૂરી એવા પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમનો સમાજનાં દરેક વર્ગનાં લોકો લાભ લઇ શકે છે.

ટેસ્ટ પ્રાઇવેટ ઇન્ડિયન રેડક્રોસ

ડાયાબિટીસરૂ.600 સુધી રૂ.120

લીપીડ પ્રોફાઇલ રૂ.1800 સુધી રૂ.360

થેલિસિમિયા મેજર રૂ.4000 નિ:શુલ્ક

પ્રી-નેટલ ટેસ્ટ રૂ.25,000 BPLને નિ:શુલ્ક સુધી મધ્યમવર્ગ માટે રૂ.8000

બીપીએલને નિ:શુલ્ક દરે સુવિધા મળશે

કયા ટેસ્ટ થાય છે

{બેઝિક બોડી પ્રોફાઇલ

{ લીપીડ પ્રોફાઇલ(હાર્ટ માટેનાં ટેસ્ટ)

{ ફીવર પ્રોફાઇલ

{ એન્ટિનેલ પ્રોફાઇલ

{ પ્રી-ઓપરેટિવ માઇનર પ્રોફાઇલ

{ પ્રી-ઓપરેટિવ મેજર પ્રોફાઇલ

{ એનિમિક પ્રોફાઇલ

{ ડાયાબિટીસ માટેનાં ટેસ્ટ

{ લિવર, કિડની અને હાડકા માટેનાં ટેસ્ટ

અન્ય સમાચારો પણ છે...