તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આનંદીબહેન પર ઇંડાં ફેંકવા મુદ્દે 4ની પૂછપરછ

આનંદીબહેન પર ઇંડાં ફેંકવા મુદ્દે 4ની પૂછપરછ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોબોસેન્ટર પરથી આનંદીબહેન પર ફેકેલા ઇંડામાં પોલીસને 4 લોકોની શંકાના આધારે પૂછપરછ શરૂ કરી છે. પોલીસને સોબો સેન્ટરના સીસીટીવી તેમજ સ્થાનિકો પાસેથી મળેલી બાતમીના આધારે ચાર લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે.

શહેરના સાઉથ બોપલ ચાર રસ્તા પર મૂકવામાં આવેલા સ્કલ્પચરનું પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા શનિવારે લોકાર્પણ દરમિયાન સોબો સેન્ટરના ધાબા પરથી અજાણ્યા લોકોએ આનંદીબહેન પર ઇંડા ફેંક્યા હતા. ઇંડા ફેંકાયા બાદ તુરત કાર્યકરો તેમજ સ્થાનિક પોલીસ સોબો સેન્ટર ના ધાબા પર જઇને તપાસ કરતા કોઇ મળી આવ્યું હતું. બનાવ બાદ બોપલ પોલીસ સહિત ગ્રામ્ય એલસીબી એસઓજી પીઆઇ સહિતનો સ્ટાફ સોબો સેન્ટર પર બે દિવસથી ઇંડા ફેકનારની તપાસમાં લાગી ગયા હતા.

અંગે જિલ્લા પોલીસવડાના ચાર્જ સંભાળતા વિરમગામ ડીવાયએસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, સીસી ટીવી તેમજ સ્થાનિક લોકોની બાતમીના આધારે ચાર લોકોની શંકાના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

CCTV-સ્થાનિકો પાસેથી પોલીસે બાતમી મેળવી

અન્ય સમાચારો પણ છે...