તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં 1800 હોસ્પિટલ, માત્ર 800માં ફાયર સેફ્ટી સિસ્ટમ

શહેરમાં 1800 હોસ્પિટલ, માત્ર 800માં ફાયર સેફ્ટી સિસ્ટમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગે એનઓસી આપી છે તેવી હોસ્પિટલોની ફાયર સિસ્ટમ પણ કામ કરે છે કે નહીં તે તપાસનો વિષય છે. તેમની પાસે ફાયરનું પ્રમાણપત્ર છે. ખુદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલ પાસે ફાયર વિભાગની એનઓસી છે પણ અહીં સિસ્ટમ કાર્યરત નથી. સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ છે. છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. છેલ્લા દસ વર્ષમાં 68 હોસ્પિટલમાં આગની ઘટનાઓ છતાં ફાયરના નિયમો નેવે મૂકાયા છે.

તાજેતરમાં સાલ હોસ્પિટલમાં આગ લાગી હતી અને કલાકો બાદ તેના પર કાબૂ મેળવી શકાયો હતો. સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પણ રીતે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અમદાવાદમાં સામાન્ય થઈ ગઈ હોવા છતાં ભલામણ અને વગ વાપરનારી હોસ્પિટલો ફાયર સિસ્ટમ કાર્યરત કરતી નથી. ઉચ્ચકક્ષાએથી ભલામણ હોવાના કારણે ફાયર વિભાગ પણ કોઈ કડક કાર્યવાહી કરતા નથી.

શારદાબેન

સોલા સિવિલ

અસારવા, સિવિલ

એકેય સરકારી હોસ્પિટલ આગમાંથી બાકાત નથી

એપ્રિલ-2006થીમે-2017 સુધીમાં હોસ્પિટલોમાં આગની 68 ઘટના બની છે. જેમાં સાલ, શેલ્બી, સિવિલ, સોલા સિવિલ સહિતની હોસ્પિટલોનો સમાવેશ થાય છે. એકેય સરકારી હોસ્પિટલ આગની ઘટનમાંથી બાકાત નથી છતાં ત્યાં સિસ્ટમ કાર્યરત નથી.

અસારવા સિવિલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ પર સિમેન્ટના થર છે. જ્યારે શારદાબેનમાં સિસ્ટમનું મેન્ટેનન્સ થતું નથી.

સોલા સિવિલમાં પણ ફાયર સેફ્ટી સિસ્ટમના કોઈ ઠેકાણા નથી. મુખ્ય પાઈપ લાઈનનો વાલ્વ નીચે પડી ગયો છે અને દોરીથી બાંધીને રાખવામાં આવ્યો છે. ફોટો- ભાસ્કર

^સિવિલ હોસ્પિટલના અને બ્લોકમાં ફાયરની એનઓસી આપેલી છે. જ્યારે સોલા સિવિલના અલગ અલગ ચાર બ્લોક છે તેમાંથી માત્ર એક બ્લોક પાસે એનઓસી છે. અન્ય ત્રણ બ્લોકની કામગીરી જોતા એનઓસી આપી શકાય તેમ નથી. > એમ.એફ.દસ્તુર,ચીફફાયર ઓફિસર

સોલા સિવિલના 3 બ્લોકની કામગીરી જોતાં NOC અપાઈ નથી

સિવિલમાં માત્ર બે, સોલા સિવિલમાં ચારમાંથી 1 બ્લોકમાં ફાયર સેફ્ટી

10 વર્ષમાં હોસ્પિટલોમાં આગના 68 બનાવ છતાં સુરક્ષાના નિયમો નેવે મુકાયા

મ્યુનિ. હસ્તકની શારદાબેનમાં સિસ્ટમ બંધ છતાં NOC મળી ગયું

2016 સુધી 766 હોસ્પિટલને NOC

ડિસેમ્બર-2016 સુધીમાં 766 લો રાઈઝ હોસ્પિટલોને એનઓસી અપાઈ હતી. જાન્યુઆરી 2017થી 22 મે સુધીમાં કુલ 259 લો-રાઈઝ હોસ્પિટલોને અેનઓસી ફાયર વિભાગે આપી હતી. કલકત્તાની હોસ્પિટલમાં આગ પછી કેન્દ્રે પરિપત્ર જારી કર્યો હતો. પછી હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમના પ્રયાસો થયા.

29 હોસ્પિટલને એક વર્ષમાં NOC

હાઈરાઈઝ હોસ્પિટલોની સંખ્યા 30 થી 35 છે. તેમાંથી 29ને 2016-17 દરમિયાન એનઓસી અપાઈ છે. હાઈરાઈઝ હોસ્પિટલોમાં પણ ફાયર વિભાગનું ઈન્સ્પેક્શન કરાતું નથી. મોટા ભાગની હોસ્પિટલોના બેઝમેન્ટ પાર્કિંગને બદલે અન્ય પ્રવૃત્તિમાં ફેરવાયાનું ફાયર વિભાગની તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...